- યુગલે લગ્ન કરવા માટે ઉદયપુરમાં એક હેરિટેજ પ્રોપર્ટીનું લોકેશન ફાઇનલ કર્યું
મુંબઇ : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ફેબુ્રઆરી મહિનામાં લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે. સગાઇની માફક તેઓ લગ્ન પણ પર્સનલ કાખવામાં છે જેમાં ફક્ત અંગતજનોને જ નિમંત્રણ આપવામાં આવશે.કહેવાય છે કે,૨૬ ફેબુ્રઆરીના રોજ તેઓ ઉદપુરના એક મહેલમાં લગ્ન કરવાના છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, લગ્નમાં સેલિબ્રિટીઓઝ તેમજ અન્યોને નિમંત્રણ આપવામાં આવશે નહીં, એટલું જ નહીં લગ્ન પછી પણ તેઓ પાર્ટી કરવાના છે કે નહીં તેની પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. લગ્નમાં ફક્ત પરિવારજનો તેમજ અંગતજનોને જ આમંત્રણ આપવામાં આવવાનું છે. યુગલે ૩ ઓકટોબરના રોજ હૈદરાબાદમાં સગપણ કર્યું હતું. જોકે તેમણે સગપણની પુષ્ટિ કરી નહોતી.
રશ્મિકા અને વિજયે ૨૦૧૮માં ગીતા ગોવિંદમ ફિલ્મમાં કામ કર્યું હતું આ પછી ૨૦૧૯માં તેમણે ડિયર કોમરેડમાં કામ કર્યું અને ત્યાર પછી તેમના સંબંધોની ચર્ચા થવા લાગી હતી.


