કોકટેલ ટૂમાં શાહિદ અને કૃતિ સાથે રશ્મિકાની પણ એન્ટ્રી
- આગામી ઓગસ્ટમાં શૂટિંગ શરુ કરાશે
- ભારત ઉપરાંત યુરોપમાં પણ શૂટિંગ થશે, આવતાં વર્ષે ફિલ્મ રીલિઝ કરાશે
મુંબઈ : 'કોકટેલ ટૂ'માં શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાની પણ એન્ટ્રી થઈ છે. ફિલ્મમાં શાહિદ આ બંને હિરોઈનો સાથે રોમાન્સ ફરમાવતો જોવા મળશે.
'સ્ત્રી' અને 'છાવા' સહિતની ફિલ્મોના નિર્માતા દિનેશ વિજન જ આ ફિલ્મ બનાવી રહ્યા છે. તેનું શૂટિંગ આગામી ઓગસ્ટમાં શરુ કરવામાં આવશે. ભારત ઉપરાંત યુરોપના કેટલાંક સ્થળો પર શૂટિંગ કરાશે.
સમગ્ર શૂટિંગ આગામી જાન્યુઆરી સુધીમાં આટોપી લઈ આવતાં વર્ષમાં મધ્ય સુધીમાં ફિલ્મ રીલિઝ કરાશે.
ફિલ્મનું દિગ્દર્શને હોમી અહમદમિયાનું હશે. ફિલ્મની વાર્તા લવ રંજને લખી છે.