રાશાની નવી ફિલ્મ મુંજ્યાના કલાકાર અભય વર્મા સાથે
- લૈકા લૈકી નામની રોમાન્ટિક ફિલ્મમાં દેખાશે
- એનિમલના લેખક અભય વર્મા આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કરશે
મુંબઇ: રવીના ટંડનની દીકરી રાશાની પહેલી ફિલ્મ 'આઝાદ' સુપર ફલોપ સાબિત થઈ હતી. આમ છતાં પણ સ્ટાર કિડ હોવાના કારણે તેને 'લૈકા, લૈકી' નામની નવી ફિલ્મ મળી છે.
શર્વરી વાઘની ફિલ્મ 'મુંજ્યા'માં દેખાયેલો કલાકાર અભય વર્મા આ ફિલ્મમાં રાશાનો હિરો બનશે. રણબીર કપૂરની 'એનિમલ' ફિલ્મના રાઈટર સૌરભ ગુપ્તા આ ફિલ્મથી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે.
રાશા થડાનીએ હજુ ફિલ્મી પડદે પોતાની પ્રતિભા સાબિત કરવાની બાકી છે. જોકે, સોશિયલ મીડિયા પર તે બેહદ લોકપ્રિય છે. તેનું એક અલાયદું ફેન ફોલોઇંગ છે. રવીના ટંડન દીકરીની કારકિર્દી આગળ વધારવા માટે ખાસ ધ્યાન આપી રહી છે.
બીજી તરફ 'મુંજ્યા'માં અભય વર્માની એક્ટિંગના વખાણ થયાં હતાં. તે પછી તેને ધડાધડ નવી ફિલ્મો મળી રહી છે. શાહરુખ ખાનની 'કિંગ ' ફિલ્મમાં પણ તેની ભૂમિકા છે.