Get The App

ઓસ્ટ્રેલિયન રેપર સિંગ ઇગ્ગી સામે કાનૂની કેસ

-ક્રેડિટ કાર્ડના બિલો ચૂકવ્યાં નથી એવો અમેરિકન એક્સપ્રેસનો આક્ષેપ છે

-૨૦૧૪માં ચાર લાખ ડૉલર્સની કરચોરીનો આક્ષેપ હતો

Updated: Oct 9th, 2017

GS TEAM

Google News
Google News
ઓસ્ટ્રેલિયન રેપર સિંગ ઇગ્ગી સામે કાનૂની કેસ 1 - image

સિડની / લોસ એંજલ્સ તા.૯

 ઓસ્ટ્રેલિયન રેપર સિંગર ઇગ્ગી એઝેલિયા સામે જગપ્રસિદ્ધ કંપની અમેરિકન એક્સપ્રેસે કાનૂની કેસ માંડયો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

અમેરિકન એક્સપ્રેસે એેવો આક્ષેપ કર્યો હતો કે ઇગ્ગીએ ક્રેડિટ કાર્ડનાં ત્રણ લાખ ડૉલર્સના બિલો ચૂકવ્યાં નથી. એ વસૂલ કરવા માટે અમને કાનૂની પગલાં લેવાની ફરજ પડી હતી એવું સિડની હેરાલ્ડના એક રિપોર્ટમાં જણાવાયું હતું.

અગાઉ ૨૦૧૬માં એના પર ચાર લાખ ડૉલર્સની કરચોરીનો આક્ષેપ થયો હતો. 'આ સમાચાર સાચા છે. મને બે વિકલ્પ અપાયા હતા, કાં તો એક સાથે બધી રકમ ભરી દો અથવા મહિને મહિને હપ્તા ચૂકવો. મેં માસિક હપ્તા ચૂકવવાનો વિકલ્પ પસંદ કર્યો હતો' એમ ઇગ્ગીએ કહ્યું હતું.