- આ ફિલ્મ માર્ચ મહિનામાં ટોક્સિક ફિલ્મની સાથે થિયેટરમાં ટકરાશે
મુંબઇ : રણવીર સિંહની ધુરંધર ટુ રિલીઝ થઇ ગઇ છે અને બોક્સઓફિસ પર કમાણી કરી રહી છે. આ ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ તેની સીકવલની ઘોષણા પણ થઇ ગઇ છે. ધુરંધર ટુને ૧૯ માર્ચના રોજ રિલીઝ કરવામાં આવશે. હવે આ જ દિવસે યશની ટોક્સિક એ યરી ટેલ ફોર ગ્રોન અપ્સ રિલીઝ કરવાની ઘોષણા થઇ ગઇ છે. તેથી હવે આ બન્ને ફિલ્મો થિયેટરોમાં ટકરાશે.
ટોક્સિક ફિલ્મમાં પણ ટોચના કલાકારો જેવા કે .શ, નયનતારા, કિયારા અડવાણી, તારા સુતરિયા, હુમા કુરેશી, રુકમણિ વસંત, અક્ષય ઓબેરોય અને સુદેવ નાયર સહિત અન્ય કલાકારો કામ કરતા જોવા મળશે.
ઘણી વખત એવું બન્યું છે કે, ટોચના કલાકારોની ફિલ્મોનો ટકરાવ નિર્માતા-દિગ્દર્શકોએ એક ફિલ્મને નહીં રિલીઝ કરવાનો નિર્ણય લઇને અટકાવ્યો છે.


