Get The App

બર્થડે સ્પેશિયલ: એક સમયે રાઈટર હતો રણવીર સિંહ, પછી કઈ રીતે બન્યો સુપરસ્ટાર?

Updated: Jul 6th, 2024

GS TEAM


Google News
Google News


બર્થડે સ્પેશિયલ: એક સમયે રાઈટર હતો રણવીર સિંહ, પછી કઈ રીતે બન્યો સુપરસ્ટાર? 1 - image

Ranveer Singh Birthday: પોતાની શાનદાર એક્ટિંગના દમ પર લાખો ચાહકોના દિલ પર રાજ કરનાર રણવીર સિંહ આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રણવીર સિંહનો જન્મ 6 જુલાઈ 1985ના રોજ માયાનગરી મુંબઈમાં થયો હતો. બોલિવૂડમાં તેની શાનદાર સફર રહી છે. આજે તમને બોલિવૂડના 'પાવર હાઉસ' એટલે કે, રણવીર સિંહના બર્થ ડે પર તેની સાથે સબંધિત થાસ વાતો જણાવીએ. 

બાળપણથી જ એક્ટર બનવા માગતો હતો રણવીર સિંહ

રણવીર સિંહ આજે બોલિવૂડનો સફળ એક્ટર છે. રણવીર બાળપણથી જ એક્ટર બનવાનું સપનું જોવા લાગ્યો હતો. તે જ્યારે સ્કૂલમાં હતો ત્યારે સ્કૂલના પ્લેમાં ભાગ લેતો હતો. કોલેજના અભ્યાસ દરમિયાન પણ તે ઓડિશન આપતો રહેતો હતો. તેણે એક્ટિંગની બારીકાઈઓ શીખવા માટે એક્ટિંગ ક્લાસ પણ કર્યા હતા. 

એક સમયે રાઈટર હતો રણવીર સિંહ

આ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે, રણવીર સિંહે બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલા કન્ટેન્ટ રાઈટર તરીકે પણ નોકરી કરી હતી. એક સમયે રણવીર સિંહ એડવરટાઈઝિંગ એજન્સી માટે કન્ટેન્ટ લખતો હતો. પરંતુ તેને પોતાની મંજિલ અને રાહ ખબર હતી. બાદમાં તેણે બોલિવૂડની રાહ પસંદ કરી. 

બર્થડે સ્પેશિયલ: એક સમયે રાઈટર હતો રણવીર સિંહ, પછી કઈ રીતે બન્યો સુપરસ્ટાર? 2 - image

એક્ટર બનવા પહેલા આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતો

રણવીર સિંહનું પુરુ નામ રણવીર સિંહ ભાવનાની છે. બોલિવૂડમાં એક્ટર તરીકે ડેબ્યૂ કરતા પહેલા રણવીરે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. તેણે સંજય લીલા ભણશાલીની વર્ષ 2005માં આવેલી ક્રિટિકલ એક્લેમ્ડ ફિલ્મ 'બ્લેક'માં તેને આસિસ્ટ કરી હતી. 

બર્થડે સ્પેશિયલ: એક સમયે રાઈટર હતો રણવીર સિંહ, પછી કઈ રીતે બન્યો સુપરસ્ટાર? 3 - image

ડેબ્યૂ ફિલ્મથી જ છવાઈ ગયો હતો રણવીર

ત્યારબાદ રણવીરે એક્ટર તરીકે બોલિવૂડમાં એન્ટ્રી કરી. તેની પ્રથમ ફિલ્મ 'બેન્ડ બાજા બારાત' હતી. વર્ષ 2010માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં રણવીરની અપોઝિટ અનુષ્કા શર્મા હતી. બંનેની આ ફિલ્મ હિટ રહી હતી. આ ફિલ્મે 15 એવોર્ડ પોતાના નામે કર્યા હતા. જ્યારે રણવીરને બેન્ડ બાજા બારાત માટે બેસ્ટ મેલ ડેબ્યૂ એવોર્ડથી નવાઝવામાં આવ્યો હતો. ત્યારબાદ રણવીરે પાછળ ફરીને ન જોયું. પોતાના 14 વર્ષના કરિયરમાં રણવીરે અનેક હિટ ફિલ્મો આપી. 

ત્યારબાદ રણવીરે લેડીઝ વર્સેસ રિકી બહલ, લૂંટેરા, ગોલિયોં કી રાસલીલા, ગુંડે, દિલ ધડકને દો, બાજીરાવ મસ્તાની, Befikre, પદ્માવત, સીમા, ગલી બોય, 83, સૂર્યવંશી, જયેશભાઈ જોરદાર અને રોકી ઓર રાની જેવી ફિલ્મોમાં કામ કર્યું. કર્યું. રણવીરની આમાંથી મોટાભાગની ફિલ્મો હિટ રહી હતી. આ જ કારણ છે કે આજે એક રાઈટર બોલિવૂડનો સુપરસ્ટાર છે.

રણવીર સિંહની અપકમિંગ ફિલ્મો

રણવીર સિંહ હવે આ વર્ષની મચઅવેટેડ ફિલ્મ 'સિંઘમ અગેન'માં નજર આવશે. આ ફિલ્મમાં મહત્વપૂર્ણ રોલમાં અજય દેવગન, કરીના કપૂર ખાન અને અર્જૂન કપૂર પણ છે. 'સિંઘમ અગેન' આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. આ ઉપરાંત રણવીર સિંહ 'Simmba 2'માં પણ નજર આવશે. 

Tags :