Get The App

ડોન-થ્રી વિવાદમાં રણવીરની 10 કરોડમાં સેટલમેન્ટની ઓફર

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
ડોન-થ્રી વિવાદમાં રણવીરની 10 કરોડમાં સેટલમેન્ટની ઓફર 1 - image

- ફરહાનને પ્રલય ફિલ્મમાં હિસ્સો આપવા પણ તૈયારી  

- રણવીરે અચાનક ફિલ્મ છોડી દેતાં ફરહાન અખ્તરને 40 કરોડનું નુકસાન  થયું હતું

મુંબઇ : રણવીરે 'ડોન થ્રી' છોડી દેવાના વિવાદમાં ફરહાન અખ્તરને સાઈનિંગ  એમાઉન્ટના ૧૦ કરોડ રુપિયા પાછા આપી દઈ સેટલમેન્ટની દરખાસ્ત કરી છે. 

જોકે, ફરહાન અખ્તરે અગાઉ રણવીરે અચાનક ફિલ્મ છોડી દીધી હોવાથી પોતાને ૪૦ કરોડનું નુકસાન થયાનો દાવો કર્યો હતો. 

રણવીરે હવે ફરહાનને પોતાના પ્રોડક્શન હાઉસની આગામી ફિલ્મ 'પ્રલય'માં પણ ફરહાનને ભાગીદારી આપવાની દરખાસ્ત કરી છે. જોકે, ફરહાને આ દરખાસ્ત સ્વીકારી  છે કે નહિ તે તત્કાળ જાણવા મળ્યું નથી. ફરહાને રણવીરને મુખ્ય ભૂમિકામાં લઈ 'ડોન થ્રી' બનાવવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી. પરંતુ, 'ધુરંધર પાર્ટ વન' હિટ થયા બાદ રણવીરે અચાનક ફિલ્મ છોડી દીધી હતી. બંને વચ્ચે સમાધાન કરાવવા માટે બોલિવુડના અનેક અગ્રણીઓ તથા નિર્માતા સંસ્થાએ પણ પ્રયાસ કર્યા હતા.