Get The App

હું પણ ભારતીય સુપરહીરો માટે તલાશ કરું છું

-ડેડપુલ ટુ માટે કંઠ આપનારો રણવીર સિંઘ કહે છે

-બોલિવૂડનો પોતાનો સુપરહીરો હોવો જોઇએ

Updated: May 17th, 2018

GS TEAM

Google News
Google News
હું પણ ભારતીય સુપરહીરો માટે તલાશ કરું છું 1 - image

મુંબઇ તા.૧૭

ટોચના અભિનેતા રણવીર સિંઘે કહ્યંુ હતું કે હું પોતે પણ ભારતીય સુપરહીરોની તલાશમાં છું. બોલિવૂડનો પોતાનો એક સુપરહીરો હોવો જોઇએ.

હોલિવૂડની સુપરહિટ ફિલ્મ ડેડપુલની સિક્વલ ડેડપુલ ટુ માટે પોતાનો કંઠ ઊછીનો આપનારા આ અભિનેતાએ કહ્યું કે હું પોતે પણ આ જેનરની ફિલ્મ માટે જુદા જુદા આઇડિયા પર વિચાર કરી રહ્યો છું. પદ્માવતના આ અભિનેતાએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે હોલિવૂડની સુપરહીરોઝ ફિલ્મો દુનિયાભરમાં તહલકો મચાવી રહી છે. એવી ફિલ્મ આપણે ત્યાં પણ બનાવી શકાય. હવે તો ટેક્નોલોજી એટલી બધી આગળ વધી ચૂકી છે કે સ્પેશિયલ ઇફેક્ટ્સ દ્વારા અસંભવ લાગતા સ્ટંટ વગેરે કરી શકાય છે.

એણે કહ્યું કે ભારતીય દર્શકોને પોતાનો સુપર હીરો મળે એ દિવસો હવે બહુ દૂર રહ્યા નથી. નજીકના ભવિષ્યમાં આવો સુપરહીરો આપણી સમક્ષ રજૂ થશે.

અત્યાર અગાઉ રા.વન, ક્રીશ અને ફ્લાઇંગ જાટ્ટ જેવી ફિલ્મો દ્વારા સુપરહીરો સર્જવાના પ્રયાસો થઇ ચૂક્યા છે. હાલ કરણ જોહર સુપરહીરો ટાઇપની ટ્રિલોજી બનાવવા મથી રહ્યા છે જેની પહેલી કડીમાં રણવીર સિંઘ અને આલિયા ભટ્ટ ઉપરાંત મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ ચમકી રહ્યાં છે.