- ડોન થ્રીના વિવાદમાં નવી ચર્ચા શરૂ થઈ
- રણવીરે બહુ જ અતાર્કિક ડિમાન્ડસ કરવા માંડી હતી એટલે ફરહાને દરવાજો દેખાડી દીધો
મુંબઈ : 'ધુરંધર'ની સફળતા બાદ રણવીરે 'ડોન થ્રી' ફિલ્મ છોડી દીધી હોવાની ચર્ચા શરુ થઈ હતી પરંતુ હવે એક નવા દાવા અનુસાર વાસ્તવમાં રણવીરે આ ફિલ્મ છોડી દીધી નથી પરંતુ ખુદ ફરહાન અખ્તરે જ તેને પડતો મૂકી દીધો છે. જો આ દાવો સાચો હોય તો રણવીર અને દીપિકા બંને પોતાનીં ગેરવાજબી માગણીઓને કારણે ફિલ્મો ગુમાવી રહ્યાં છે. અગાઉ દીપિકા પણ આવાં જ કારણોસર 'સ્પિરિટ' તથા 'કલ્કિ ટુ' સહિતની ફિલ્મો ગુમાવી ચૂકી છે.
દાવા અનુસાર રણવીરે ફરહાન પાસેથી બહુ ગેરવાજબી ડિમાન્ડસ કરવા માંડી હતી. તેમણે જણાવ્યું હતું કે હકીકતમાં રણવીરની એેક પછી એક ત્રણ ફિલ્મો ફલોપ થઇ હોવા છતાં પણ ફરહાન તેની પડખે ઉભો રહ્યો હતો અને 'ડોન થ્રી'માં તેેને કાસ્ટ કર્યો હતો. રણવીર હવે બોક્સ ઓફિસ પર સેલેબલ સ્ટાર નથી રહ્યો તેમ જણાવી સંજય લીલા ભણશાળીએ તેની 'બૈજુ બાવરા' ફિલ્મ પડતી મૂકી હતી તેમ છતાં પણ ફરહાન રણવીરને 'ડોન થ્રી'માં કાસ્ટ કરવા માટે મક્કમ રહ્યો હતો.
પરંતુ, રણવીરે કેટલીક અંધાધૂંધ માગણીઓ કરતાં ફરહાને તે સ્વીકારવા ના પાડી દીધી હતી અને આખરે રણવીરને પડતો મૂકી દીધો હતો.


