Get The App

રણવીર-આલિયાની ફિલ્મના પોસ્ટરમાં પાછલી ફિલ્મોની નકલ

Updated: May 26th, 2023


Google NewsGoogle News
રણવીર-આલિયાની ફિલ્મના પોસ્ટરમાં પાછલી ફિલ્મોની નકલ 1 - image


- કરણ જોહર પર જન્મદિને પસ્તાળ પડી

- આર્યન ખાન પણ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની ક્રૂમાં સામેલ હોવાની ચર્ચા

મુંબઇ : કરણ જોહરના જન્મદિને તેના પોતાના દ્વારા જ દિગ્દર્શિત આલિયા અને રણવીરની નવી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું પોસ્ટર રીલીઝ કરાયું હતું. પરંતુ, લોકોએ આ પોસ્ટર જોઈને કરણ જોહર પર પસ્તાળ પાડી હતી કે તેમાં પાછલી કેટલીક ફિલ્મોની નકલ કરી ભેળસેળ કરવામાં આવી છે. 

રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું પોસ્ટરનું અનાવરણ થતાં જ સોશયલ મીડિયા પર વિવિધ ટીપ્પણીઓ થઇ રહી છે. મોટા ભાગના લોકો એ આ પાસ્ટર રણવીર અને આલિયાની રીલીઝ થઇ ચુકેલી જુદી જુદી  ફિલ્માની નકલ જણાવ્યું છે.  અલગ-અલગ પોસ્ટરોમાં આલિયાની કાજલઘેરી આંખ વાળો  લુક 'બ્રહ્માસ્ત્ર' જેવો જ છે, તેમાં કાંઇ નવું જોવા મળતું નથી. જ્યારે રણવીરનો અતરંગી અવતાર જોઇને સોશયલ મીડિયાના યુઝર્સએ  સંજય લીલા ભણશાલીની 'રામ લીલા' યાદ કરી હતી. પોસ્ટર્સના કલર તથા થીમ 'હમ્પટી શર્મા કી દુલ્હનિયા' જેવાં છે. 

દરમિયાન એક અટકળ અનુસાર આર્યન ખાન પણ આ ફિલ્મમાં પડદા પર કે પડદા પાછળ ક્રૂ મેમ્બર તરીકે સંકળાયેલો છે. જોકે, આ બાબતને ફિલ્મની ટીમ તરફથી કોઈ સમર્થન અપાયું નથી. 


Google NewsGoogle News