Get The App

ઓએમજી થ્રીમાં અક્ષય કુમાર સાથે રાણી મુખરજીની એન્ટ્રી

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
ઓએમજી થ્રીમાં અક્ષય કુમાર સાથે રાણી મુખરજીની એન્ટ્રી 1 - image

- બંને પહેલીવાર સ્ક્રીન શેર કરશે 

- ફિલમ હજુ પ્રિ પ્રોડક્શનના તબક્કે, આગામી મહિનાઓમાં શૂટિંગ શરુ થશે

મુંબઇ : અક્ષય કુમારની ફિલ્મ 'ઓહ માય ગોડ થ્રી'માં રાણી મુખરજીની એન્ટ્રી થઈ છે.  રાણી મુખરજી અને અક્ષય કુમાર મોટાભાગે કારકિર્દીમાં પહેલી વખત ફૂલ ફલેજ્ડ રોલમાં સાથે કામ કરશે. 

 'ઓમ માય ગોડ ટુ'ુમાં અક્ષયકુમાર સાથે યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠીએ પણ કામ કર્યુ ંહતું. જોેકે, 'ઓહ માય ગોડ થ્રી'ના બાકી કલાકારો વિશે વધુ વિગતો હજુ જાહેર કરાઈ નથી.  ેહાલ ફિલ્મનું પ્રિ પ્રોડક્શન ચાલી રહ્યુું છે. આગામી મહિનાઓમાં શૂટિંગ શરુ થવાનું છે. 'ઓએમજી ટુ'ના ડિરેક્ટર અમિત રાય જ આ આ ફિલ્મનું પણ દિગ્દર્શન કરવાના છે. 

રાણી મુખર્જી ઘણા સમયથી બહુ પસંદગીના પ્રોજેક્ટમાં જ કામ કરી રહી છે. તેની 'મર્દાની થ્રી' આગામી મહિનાઓમાં રીલિઝ  થવાની છે.