FOLLOW US

ફિલ્મ 'કિક' ની સિકવલમાં રાની મુખર્જીની એન્ટ્રીની અટકળો

Updated: Mar 18th, 2023


મુંબઈ, તા. 18 માર્ચ 2023 શનિવાર

બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનની ફિલ્મ કિક લોકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ખૂબ ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં તેમની સાથે એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસ અને રણદીપ હુડ્ડા જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મ કિક વર્ષ 2014માં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન સાજીદ નડિયાદવાલાએ કર્યુ હતુ. હવે ફિલ્મના બીજા પાર્ટને લઈને જાણકારી સામે આવી છે. ટૂંક સમયમાં જ સાજીદ નડિયાદવાલાની ફિલ્મ કિક 2 આવવાની છે. તાજેતરમાં જ મેકર્સે જાહેરાત કરી છે કે સલમાન સિક્વલમાં વાપસી કરશે. જોકે એ સ્પષ્ટ નથી કે ફિલ્મમાં તેઓ જૂની સ્ટારકાસ્ટ સાથે જોવા મળશે કે નવા સ્ટારની એન્ટ્રી થશે. 

આ દરમિયાન ટ્વીટર પર રાની મુખર્જી અને સલમાન ખાનની એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં સલમાનનો લુક કિક સાથે મળતો આવે છે. જે બાદ અટકળો લગાવાઈ રહી છે કે બંને કિક 2 માં સાથે કામ કરી શકે છે. જોકે આ ફોટો રાની મુખર્જીની ફિલ્મ 'મિસેજ ચેટર્જી વર્સેજ નોર્વે' નો છે. આ ફોટોમાં સલમાન ખાન દાઢી સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીર વાયરલ થતા જ ટ્વીટર પર કિક 2 ટ્રેન્ડ થવા લાગ્યુ છે. ફિલ્મ કિક વર્ષ 2014માં આવી હતી.


આ ફિલ્મનું નિર્દેશન સાજિદ નડિયાદવાલાએ કર્યુ હતુ. બોક્સ ઓફિસ પર કિકે કમાણીના ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. કિકે 400 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. વર્ષ 2014માં આવેલી કિકની સફળતાને જોતા મેકર્સે આની સિકવલ બનાવવાનો નિર્ણય કર્યો છે.

તાજેતરમાં જ ફિલ્મની સિકવલ પર વાત કરતા નિર્માતા નિર્દેશક સાજિદ નડિયાદવાલાએ કહ્યુ છે કે સિકવલમાં આટલો સમય એટલા માટે લાગ્યો કેમ કે તેઓ નહોતા ઈચ્છતા કે ઉતાવળમાં ફિલ્મની સિકવલ ખરાબ થઈ જાય. ફિલ્મ કિક દર્શકોને ખૂબ પસંદ આવી હતી, સાજિદ આ જ દર્શકોની આકાંક્ષાઓ પર એકવાર ફરીથી ખરા ઉતરવા ઈચ્છતા હતા. તેથી તેઓ કિકની સિકવલ પર ઘણા સમયથી કામ કરી રહ્યા હતા.

Gujarat
News
News
News
Magazines