Get The App

કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલનું ટ્વિટર એકાઉન્ટ ટ્વિટરે સસ્પેન્ડ કરી દીધું

- આ પહેલા તેને ટ્વિટર તરફથી ચેતવણી આપવામાં આવી હતી

Updated: Apr 18th, 2020

GS TEAM

Google News
Google News
કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલનું ટ્વિટર  એકાઉન્ટ ટ્વિટરે સસ્પેન્ડ કરી દીધું 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 17 એપ્રિલ 2020, શુક્રવાર

કંગનાની બહેન ્રંગોલી ચંદેલ હંમેશા ટ્વિટર પર વિવાદિત ટ્વિટસ કરતી હોય છે. પરિણામે ટ્વિટરે તેનો એકાઉન્ટ ન્પેન્ડ કરી દીધો છે. 

આ ઉપરાંત મુંબઇના એક વકીલે પણ રંગોલીના વિવાદિત ટ્વિટ માટે પોલીસ ફરિયાદ કરી છે. વાસ્તવમાં રંગોલીએ સુઝેન ખાનની બેન ફરાહ અલી ખાને પણ રંગોલી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેણે રંગોલીએ તેના પર પર્સનલ એટેક કર્યાની પણ વાત કરી નથી. રંગોલી સસ્તી પબ્લિસિટી માટે વાંધાજનક ટીપ્પણીઓ કરતી હોય છે. એવો પણ તેના પર આરોપ મુકવામાં આવ્યો છે. 

કંગનાની બહેન રંગોલી સોશિયલ મીડિયા પર  સક્રિય છે. તે વિવાદીત ટીપ્પણીઓ માટે જાણીતી છે. પરિણામે થોડા દિવસો પહેલા ચ્વિચરે તેને તેનો એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની ચેતવણી પણ આપી હતી. છતાં રંગોલીએ આ ચેતવણીની પરવાહ ન કરતાં વિવાદિત ટ્વિટ પોસ્ટ કરતી રહી. અંતે ટ્વિટરે તેનો એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધો. ્રંગોલીએ પોતે પણ આ ચેતવણી મળ્યાની પોસ્ટ મુકી હતી. 

આ બાબતે રંગોલીએ ટ્વિટર પર રાષ્ટ્રવિરોધીહોવાનો આરોપ પણ લગાડયો હતો. રંગોલીએ લખ્યું હતુ ંકે, તો શું એ ટ્વિટર રાષ્ટ્રવિરોધી છે... જ્યારે મેં ટ્વિટર જોઇન્ટ કર્યું હતું ત્યારે લોકોએ મને સલાહ પણ આપી હતી કે ટ્વિટર જોઇન્ટ ન કરતાં ઇન્સ્ટાગ્રામ પર જા. જો ટ્વિટર મારો એકાઉન્ટ સસ્પેન્ડ કરે છે તો એનો મતલબ છે કે, તેણે પોતાની ઘો ખોદી છે. જ્યારે કોઇ ઇમાનદારની બોલતી બંધ કરવામાં આવે ત્યારે સામી વ્યક્તિ જ ખોટમાં જવાની હોય છે. 

રંગોલીએ વધુમાં એમ પણ ટ્વિટ કર્યું હતું કે, ટ્વિટર આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે ? શું આપણે ગુડ મોર્નિગના ટ્વિટ કરીએ, ચાલો સુંદર સવારે ચા-નાસ્તો કરીએ. મારી ચા-નાસ્તાની તસવીરો પોસ્ટ કરું છું. આવી પોસ્ટ નવરા લોકો કરતા હોય છે જેની પાસે સમય જ સમય છે. અમારી પાસે કિર્ટી પાર્ટી સિવાય પણ ઘણા સારા કામ છે. 

રંગોલીએ એમ પણ કહ્યું હતું કે, જો તેનો ટ્વિટ્ર એકાઉન્ટ સસ્પેન્ડ થાય છે. તો તે યૂટયૂબ ચેનલ ખોલશે. હવે રંગોલીનો આગલો કદમ શું છે તેજોવું રહ્યું. 

Tags :