શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
નવી દિલ્હી,તા.24 જૂન 2022,શુક્રવાર
શમશેરા ફિલ્મનુ ટ્રેલર લોન્ચ થઈ ગયુ છે અને બોલીવૂડ સ્ટાર રણબીર કપૂર તેના પ્રમોશનમાં વ્યસ્ત છે ત્યારે રણબીરને એક કાર અકસ્માત નડ્યો હોવાનો ખુલાસો ખુદ અભિનેતાએ કર્યો છે.
રણબીર આજે ટ્રેલર લોન્ચ ઈવેન્ટ માટે મુંબઈના એક મોલમાં પહોંચ્યો ત્યારે તેણે કહ્યુ હતુ કે, મારો આજનો દિવસ ઘણો ખરાબ છે. હું ટાઈમનો બહુ પાકો છું પણ પહેલા તો મારો ડ્રાઈવર મને ખોટા લોકેશન પર લઈ ગયો હતો. જેના લીધે મને મોડુ થયુ હતુ.
રણબીરે કહ્યુ હતુ કે, હું ગાડીની બહાર નીકળ્યો તો કોઈએ મારી ગાડીને ટક્કર મારી હતી અને તેનો કાચ તુટી ગયો હતો. જોકે કરણે મને કહ્યુ હતુ કે, આ તો સારા શુકન થયા કહેવાય. આ અક્સમાતના કારણે મને મોડુ થઈ ગયુ છે.
રણબીર કપૂરે શમશેરામાં પોતાના સાથી એકટર સંજય દત્તને પોતાના હીરો ગણાવીને કહ્યુ હતુ કે, મારા રૂમમાં તેમનુ પોસ્ટર હતુ અને એ પછી મને તેમનો જ રોલ કરવાનો મોકો સંજુમાં મળ્યો હતો. હું ખરાબ ફિલ્મ પસંદ કરતો હતો તો તે મને હંમેશા લડતા હતા.
ઉલ્લેખનીય છે કે, રણબીર આગામી ફિલ્મ શમશેરામાં એક ડાકુના રોલમાં છે અને આ ફિલ્મ 22 જુલાઈએ રિલિઝ થવા જઈ રહી છે.