રણબીર કપૂરને તેના પાળેલા કુતરાએ ઇજા પહોંચાડી
- અભિનેતાને સારવાર માટે હોસ્પિટલ દોડવું પડયું
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.16 જુલાઈ 2020, ગુરુવાર
રણબીર કપૂર પ્રાણીપ્રેમી છે, તેણે કુતરાઓ તેમજ બિલાડીઓ પાળ્યા છે. જોકે તાજેતરમાં તેના એક કુતરાએ તેને ઇજા પહોંચાડીહોવાથી તે હોસ્પિટલમાં ગયો હતો. જોક રણવીર પર કુતરાના હુમલા અને અભિનેતા હોસ્પિટલ ગયો તે વિશે કોઇ સત્તાવાર જાણકારી નથી.
રણબીર પર તેના ડોગીએ એટેક કર્યો હોવાની ખબર આવી છે. મીડિયા રિપોર્ટસના અનુસાર, રણબીર કપૂરના કુતરાએ અભિનેતાના ચહેરા પર હુમલો કર્યો હતો. ડોગીનો એટેક એટલો તીવ્ર હતો કે અભિનેતાના ચહેરા પર ઊઝરડાના નિશાન પડી હતા, એ કોઇ મામૂલી કે સામાન્ય ઘા નહોતા પરિણામે તેને સારવાર માટે હોસ્પિટલ દોડવું પડયું હતું.
અભિનેતાનો ચહેરો ખરડાયો હોવાથી તે કોિ રિસ્ત લેવા માંગતો નહોતો. તેણે હોસ્પિટલમાં જઇને ડોકટરને સલાહ લીધી હતી અને એ અનુસાર સારવાર પણ કરાવી હતી. જોકે તે કઇ હોસ્પિટલમાં ગયો હતો તે જાણવા મળ્યું નહોતું.
રણવીરને પોતાના કુતરાઓ બહુ વ્હાલા છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ડોગી સાથેની તસવીરો મુકતો હોય છે. તેની પાસે ઘણા ડોગ્સ અને કેટસ છે.