VIDEO : જાડા દેખાવા માટે રણબીર કપૂરે યૂઝ કર્યા પ્રોસ્થેટિક બૉડી સૂટ, વીડિયો થયો વાયરલ
Image Source: Twitter
મુંબઈ, તા. 09 ડિસેમ્બર 2023 શનિવાર
ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે અને દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. ફિલ્મ માટે રણબીર કપૂર ખૂબ વાહવાહી લૂંટી રહ્યા છે અને લોકો તેમના સ્વેગને પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં રણબીર કપૂરના અલગ-અલગ લુક્સ જોવા મળ્યા છે. દરમિયાન એક લુક રણબીરનો એવો પણ છે, જેમાં તે ખૂબ જાડો નજર આવી રહ્યો છે. રણબીરને આ રીતે જોઈને ચાહકોને નવાઈ લાગી પરંતુ હવે તેની હકીકત સામે આવી ગઈ છે. રણબીર કપૂરે આ લુકને પ્રોસ્થેટિક બોડી સૂટની મદદથી અપનાવ્યો હતો.
રણબીરનો વીડિયો વાયરલ
ફિલ્મ એનિમલમાં રણબીર કપૂર અલગ-અલગ લુક્સમાં નજર આવી રહ્યો છે અને દર્શકોને દરેક લુક પસંદ આવી રહ્યો છે. ફિલ્મના એક ભાગમાં રણબીર કપૂર ખૂબ જાડો દેખાઈ રહ્યો છે, જોકે આ માટે રણબીર હકીકતમાં જાડો થયો નહોતો, પરંતુ પ્રોસ્થેટિક બોડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે કે આખરે કેવી રીતે રણબીર કપૂરનો પોટ બેલી લુક અચીવ કરવામાં આવ્યો. અગાઉ પણ ઘણા એક્ટર્સ આવુ કરી ચૂક્યા છે અને આ લિસ્ટમાં ક્રિસ હેમ્સવર્થનું પણ નામ સામેલ છે અને એવેંજર્સ એન્ડ ગેમમાં થોર માટે આવા દેખાઈ ચૂક્યા છે.
ફિલ્મ એનિમલનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલુ થયુ
ફિલ્મ એનિમલે ઘરેલુ બોક્સ ઓફિસ પર 7 દિવસમાં 337.58 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ. રિપોર્ટ અનુસાર ફિલ્મે 8 માં દિવસે 23.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મનું કુલ કલેક્શન લગભગ 361.08 કરોડ રૂપિયા થાય છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 7 દિવસમાં 563 કરોડ રૂપિયા થયુ છે. 8 માં દિવસના કલેક્શન સાથે જ આ કમાણી 600 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે. ફિલ્મને વીકેન્ડનો પણ સારો ફાયદો મળશે.