રણવીર કપૂરને પસંદ છે માત્ર ઘરનુ સાદુ ભોજન, ટ્રેનરે શેર કર્યા ફિટનેસના રાજ
- શિવોહમ અર્જૂન કપૂર, અભિષેક બચ્ચન, સોનાક્ષી સિંહા(દબંગ), આમિરખાન(ધૂમ-3) વગેરે સ્ટાર્સને ટ્રેનિંગ આપી ચૂક્યા છે
નવી દિલ્હી, તા. 12 એપ્રિલ 2022, મંગળવાર
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તેમના વેડિંગ ફંક્શનની ડિટેલ પણ સામે આવી ચૂકી છે. ત્યાર બાદ હવે બંને સેલેબ્સના ફેન્સ તેમના વિશે જાણવા માગે છે. કોઈ તેમના વેડિંગ ડ્રેસ વિશે તો કોઈ તેમના વેડિંગ ફંક્શન વિશે જાણવા માગે છે. રણબીરની સ્ટાઈલ, પર્સનાલિટિ અને લુકના દરેક લોકો ફેન છે અને તેને ફોલો પણ કરે છે. ત્યારે રણબીરના ફિટનેસ કોચ શિવોહમે રણબીર વિશે ઘણી વાતો શેર કરી છે. જેના પરથી રણબીરની ફિટનેસનો અંદાજ લગાવી શકાય છે. તો ચાલો જાણીએ કે, સેલિબ્રિટી ફિટનેસ કોચ શિવોહમે રણબીર વિશે શું જણાવ્યું...
સેલિબ્રિટી ફિટનેસ કોચ શિવોહમ (દીપેશ ભટ્ટ) ક્રોસફિટ જીમના ફાઉન્ડર અને સેલેબ્રિટી ટ્રેનર છે. તેઓ અર્જૂન કપૂર, અભિષેક બચ્ચન, સોનાક્ષી સિંહા(દબંગ), આમિરખાન(ધૂમ-3) વગેરે સ્ટાર્સને ટ્રેનિંગ આપી ચૂક્યા છે. 2003માં રિલીઝ થયેલી મૂવી કલ 'હો ના હો'માં શિવોહમે DJ બેની દયાલનું પાત્ર ભજવ્યું હતું. શિવોહમે જણાવ્યું કે, હું લગભગ દોઢ વર્ષથી રણબીરને ટ્રેનિંગ આપી રહ્યો છું. બ્રહ્માસ્ત્ર મૂવી માટે પણ તેમણે જ રણબીરને ટ્રેનિંગ આપી છે.
દોઢ વર્ષથી રોટલી નથી ખાધી
શિવોહમે જણાવ્યું કે, રણબીરને હું છેલ્લા દોઢ વર્ષથી ટ્રેનિંગ આપી રહ્યો છું. તેઓ પાતાની ડાયટને લઈને ખૂબ જ સ્ટ્રિક્ટ છે. ઘણા લોકો વિચારતા હશે કે, તેઓ કપૂર પરિવારમાંથી આવે છે તો તેમનો ખોરાક વિવિધ પ્રકારનો હશે જેમાં વિવિધ પ્રકારની વાનગીઓનો સમાવેશ થતો હશે પરંતુ એવું નથી.
રણબીરનું ફૂડ હંમેશાથી ખૂબ જ સ્વચ્છ રહ્યું છે. તેમને મીઠું પસંદ નથી, ફ્રાઈડ ફૂડ પસંદ નથી અને તે બહારનું ખાવાનું પણ પસંદ નથી કરતા. તેઓ હંમેશા ઘરનું બનેલું સાદું અને સિમ્પલ ખાવાનું જ પસંદ કરે છે. તમને વિશ્વાસ નહીં આવે પરંતુ રણબીર ચીટ ડે વાળા દિવસે પણ માત્ર બર્ગર જ ખાઈ છે કારણ કે, તેમને બર્ગર ખૂબ જ પસંદ છે.
તેઓ પોતાની ટાયટને લઈને ખૂબ જ સીરિયસ રહે છે. તેઓ લો-કાર્બ ડાયટનું પાલન કરે છે. સવારે બ્રેક ફાસ્ટમાં ઈંડા, પ્રોટીન શેક, બ્રાઉન બ્રેડ લે છે. લંચમાં બ્રાઉન રાઈસ, ચિકન, દાળ અને લીલા શાકભાજી લે છે. તેમનું ડિનર ખૂબ જ હળવું હોય છે.
રણબીરને રોટલી પસંદ નથી અને તે ડાયટમાં પણ સામેલ નથી કરતા. શિવોહમે જણાવ્યું કે, રોટલીની વાત કરીએ તો જ્યારથી હું તેમને ટ્રેનિંગ આપી રહ્યો છું ત્યારથી તેમણે રોટલી નથી ખાધી. રોટલીના બદલે તેઓ બ્રાઉન રાઈસ, ટોસ્ટ અને બિરિયાની ખાઈ છે.
રણબીર કપૂરનું વર્ક આઉટ
શિવોહમે જણાવ્યું કે, રણબીર સમયનો ખૂબ જ પાબંદ છે અને જો છેલ્લા 18 મહિનાની વાત કરીએ તો જ્યારે અર્જન્ટ કામ આવ્યું હશે ત્યારે જ રણબીરે માત્ર 2-3 દિવસ વર્કઆઉટ છોડ્યું હશે. સમયની સાથે, રણબીરે સ્ટ્રેન્થ સારી રીતે વધારી છે, જેના કારણે તેને ભારે વજન ઉપાડવામાં મુશ્કેલી નથી પડતી.