VIDEO: 'રામાયણ'ના સેટ પર 'રામ' બનેલા રણબીર કપૂર થયો ઈમોશનલ, 'લક્ષ્મણ'ને લગાવ્યા ગળે
Ranbir Kapoor Ramayan Update: અભિનેતા રણબીર કપૂર 'એનિમલ' ફિલ્મ પછી આવનારી ફિલ્મ 'રામાયણ' માટે તૈયારી કરી રહ્યો છે. 'રામાયણ'નો પહેલો ભાગ દિવાળી 2026માં અને બીજો ભાગ 2027માં રિલીઝ થશે. હવે તે વચ્ચે રણબીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે રામાયણની આખી ટીમ સાથે ઉભો છે.
રામે લક્ષ્મણને લગાવ્યા ગળે
અભિનેતા રણબીર કપૂરે 'રામાયણ'ની ટીમ, ડિરેક્ટર અને સ્ટારકાસ્ટની પ્રશંસા કરી અને કહ્યું, "અંત ખૂબ મુશ્કેલ છે, આગળ પણ કામ કરશું." તે થોડો દુ:ખી દેખાઈ રહ્યો હતો. લાંબા સમયથી શૂટિંગ કર્યા બાદ છેલ્લા દિવસે તે ભાવુક થયો. જણાવી દઈએ કે 'રામાયણ પાર્ટ 1'નું શૂટિંગ પૂરૂ થઈ ગયું છે. ફિલ્મમાં લક્ષ્મણની ભૂમિકા ભજવનાર રવિ દુબેએ પણ તેનો અનુભવ શેર કર્યો. અંતિમ દિવસે સેટ પર કેક કટિંગની ઉજવણી થઈ, પછી રણબીરે રવિ દુબેને ગળે લગાવી ભાવુક થયો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
નીતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ' ભાગ 1 નો હજી સુધી કોઈ પોસ્ટર રિલીઝ થયો નથી, પણ માત્ર રિલીઝ ડેટ જાહેર થઈ છે. જોકે, જલદી જ ચાહકોને મોટી સરપ્રાઈઝ મળવાની છે. રિપોર્ટ્સ મુજબ, ફિલ્મનો લોગો 3 જુલાઈએ રિલીઝ કરાશે અને ફિલ્મનું ટીઝર પણ તૈયાર છે, જોકે 3 મિનિટનું ટીઝર ક્યારે રિલીઝ થશે તેની કોઈ માહિતી નથી.
835 કરોડનો બજેટ
'રામાયણ' ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં જોવા મળશે. KGF સ્ટાર યશ 'રાવણ'ની ભૂમિકામાં જોવા મળશે. અભિનેતા સની દેઓલ જે હનુમાનજીની ભૂમિકા ભજવશે. જણાવી દઈએ કે રામાયણ ફિલ્મ પહેલા પહેલાં રણબીર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ ઍન્ડ વોર'માં દેખાશે.