Get The App

રણબીર થયો ભારે ગુસ્સે, પાપારાઝીને પણ માર્યો ધક્કો, આલિયા ડરી! શું થયું સાસુમાની બર્થ-ડે પાર્ટીમાં?

Updated: Oct 26th, 2024

GS TEAM

Google News
Google News
રણબીર થયો ભારે ગુસ્સે, પાપારાઝીને પણ માર્યો ધક્કો, આલિયા ડરી! શું થયું સાસુમાની બર્થ-ડે પાર્ટીમાં? 1 - image


Image: Facebook

Ranbir Kapoor Got Angry: આલિયા ભટ્ટના માતા સોની રાજદાને 25 ઓક્ટોબરે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. આ ખાસ અવસરે કપૂર અને ભટ્ટ પરિવાર એક સાથે નજર આવ્યો.

સોની રાજદાનની બર્થ ડે પાર્ટીમાં જમાઈ રણબીર કપૂર, નીતૂ કપૂર પણ સામેલ થયા પરંતુ પાર્ટી બાદ કંઈક એવું થયુ કે રણબીર ગુસ્સે ભરાયો. સોની રાજદાનના બર્થ ડે ડિનર બાદ જ્યારે રણબીર અને આલિયા પરિવાર સાથે વેન્યૂથી બહાર નીકળીને કારની તરફ જવા લાગ્યા તો પેપરાજીએ તેમને ઘેરી લીધા.

આ પણ વાંચો: એવી વાતો ફેલાવવામાં આવી રહી છે કે મને લકવો છે : ટ્રોલર્સ પર ભડકી આલિયા ભટ્ટ, આપ્યો જડબાતોડ જવાબ

ભીડ જોઈને રણબીરે એક આદર્શ પતિની જેમ આલિયાને પ્રોટેક્ટ કરી પરંતુ ચહેરા પર વારંવાર કેમેરા અને ફ્લેશ લાઈટ પડવાથી રણબીર ઈરિટેટ થતો નજર આવ્યો. રણબીર પેપ્સ પર બૂમો પાડતો બોલ્યો - આ શું કરી રહ્યાં છો તમે લોકો? રણબીર પોતાની કારની પાસે ઊભેલા કેમેરામેનનો હાથ પકડીને ખેંચતો કારની નજીકથી ધક્કો મારતો નજર આવ્યો.  

આ બધા બાદ આલિયા ભટ્ટ ખૂબ ડરેલી નજર આવી. તે ચૂપચાપ કારમાં જઈને બેસી ગઈ. આલિયાના હાવભાવથી સ્પષ્ટ નજર આવી રહ્યું છે કે તે ખૂબ અસ્વસ્થ ફીલ કરી રહી છે. આલિયા રણવીરને પરેશાન જોઈને કપલના ચાહકો પેપ્સ પર ગુસ્સે થઈ રહ્યાં છે. ચાહકોનું કહેવું છે કે સ્ટાર્સના એટલા નજીક પણ ન જવું જોઈએ કે તે પરેશાન થઈ જાય.

Tags :