For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મિથિલાની મુલાકાતે ગયેલા ટીવીના 'સીતા માતા'ને લોકોએ દીકરીની માફક વિદાઈ આપી, આંખમાં આવી ગયા આંસુ

દીપિકા દ્વારા શેર કરેલા વીડિયો પર ચાહકોએ આપી પ્રતિક્રિયા

Updated: Jun 3rd, 2023

Image:Instagram

રામાનંદ સાગરની 'રામાયણ'થી ફેમસ થયેલી દીપિકા ચીખલિયાને આજે પણ ઘણા એવા લોકો છે જેઓ ખરેખર માતા સીતા માને છે. તેઓ તેમની પૂજા કરે છે. કંઇક આવું જ જ્યારે દીપિકા મિથિલા પહોંચી હતી ત્યારે જોવા મળ્યું હતું. ત્યાં તેમને જે રીતે વિદાય આપવામાં આવી તે જોઈને તે ભાવુક થઈ ગઈ હતી. તેમણે બે વીડિયો પોસ્ટ કર્યા છે. જેને જોયા બાદ ફેન્સે પણ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

દીકરીની જેમ કરાઈ વિદાય

દીપિકા ચીખલિયાએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તે મિથિલાનો છે. તે મિથિલા શું કામ ગઈ હતી તેના વિશે જાણકારી નથી. પરંતુ આ વિડિયો બિલકુલ એવો જ છે જેમ માતા દીકરીને વિદાય કરતી વખતે તમામ વિધિઓ કરે છે. આ વીડિયોમાં કેટલીક મહિલાઓ દેખાઈ રહી છે જે ભીની આંખો સાથે અભિનેત્રીને વિદાય આપી રહી છે. તે તેમને પાણી પીવડાવે છે અને તેનો ખોળો ખાલી ન રહે તેથી તે તેમની કમરની આસપાસ બેગ જેવું કંઈક બાંધે છે. આ પછી બંને ભાવુક થઈ જાય છે અને ગળે મળે છે.

શેર કરેલા વીડિયો પર ચાહકોએ આપી પ્રતિક્રિયા

દીપિકાએ આ વીડિયો શેર કરતા લખ્યું, 'મિથિલામાં સીતાજીની વિદાય. તેમણે મને એવું અનુભવવા માટે બધું કર્યું કે હું તેમની પુત્રી છું. હું રામાયણના સમયમાં ખોવાઈ ગઈ હતી. હવે આ પોસ્ટ બાદ લોકોએ તેના પર કમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું, 'મિથિલામાં તમારું હંમેશા સ્વાગત રહેશે. આ તમારું પિયર જ રહેશે. એક યુઝરે લખ્યું, 'આ બિહારની સંસ્કૃતિ છે, મિથિલાની સંસ્કૃતિ છે, માતા સીતાની જન્મભૂમિ બિહારની સંસ્કૃતિ છે.'

દીપિકા ચીખલીયાની આંખો આંસુઓથી ભરાઈ

જ્યારે બીજા વિડિયોમાં દીપિકા ચીખલીયાએ કહ્યું કે, હું શું કહું? અહીં એટલો પ્રેમ આપવામાં આવ્યો છે કે મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ છે. મને ખબર નથી કે શું કહેવું. મારું ખોળું ખાલી ન રહે તે માટે તેમણે મને આ રાખવા માટે આપ્યું. પાણી પણ આપ્યું. કારણ કે કહેવાય છે કે દીકરી સુકા ગળા સાથે ઘર છોડતી નથી. કારણ કે તેઓ વિચારે છે કે હું સીતાજી છું. હે ભગવાન... હું શું કહું.' આટલું બોલ્યા બાદ દીપિકાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા.

Gujarat