VIDEO: શ્રીરામના રોલમાં રણબીર, યશ બન્યો રાવણ... 'રામાયણ'નું ટીઝર રિલીઝ
Ramayana First Look Teaser Out: રણબીર કપૂર અને યશ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રામાયણ'નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. તેને જોયા પછી ફેન્સનો ઉત્સાહ વધી ગયો છે. નિતેશ તિવારી દિગ્દર્શિત આ ફિલ્મના પહેલા ટીઝરમાં જોરદાર વિઝ્યુઅલ ઈફેક્ટ્સ બતાવવામાં આવી છે. રિલીઝ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયું છે. એવામાં ફિલ્મની સ્ટારકાસ્ટથી લઈને રિલીઝ ડેટ સુધીની દરેક વિગતો જાણીએ.
ટીઝરમાં જોરદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ
આ 3 મિનિટ 3 સેકન્ડના ટીઝરમાં જોરદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવવામાં આવી છે. આ ટીઝરની શરૂઆતમાં હિન્દુ દેવી-દેવતાઓનો પરિચય કરાવવામાં આવ્યો છે. જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે.
રણબીર અને યશની પહેલી ઝલક
ટીઝરના અંતે, રામ તરીકે રણબીર કપૂર અને રાવણ તરીકે યશની ઝલક પણ બતાવવામાં આવી છે. ફેન્સ બંનેની ભૂમિકાઓ પસંદ કરી રહ્યા છે. અગાઉ પણ ભગવાન રામની ભૂમિકામાં રણબીર કપૂર અને માતા સીતાની ભૂમિકા ભજવતા સાઈ પલ્લવીનો ફોટો વાઈરલ થયો હતો, જેના પછી ચાહકો તેના પહેલા ટીઝરની રાહ જોઈ રહ્યા હતા.
આ પણ વાંચો: દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેને ક્લીનચિટ, વિપક્ષે કહ્યું- માફી માંગે ભાજપના નેતાઓ
ફિલ્મની સ્ટારકાસ્ટ
ફિલ્મના કલાકારોની વાત કરીએ તો, ફિલ્મમાં ભગવાન રામનું પાત્ર રણબીર કપૂર, રાવણનું પાત્ર યશ અને માતા સીતાનું પાત્ર સાઈ પલ્લવી ભજવી રહ્યા છે. હનુમાનજીનું પાત્ર સની દેઓલ, રાજા દશરથનું પાત્ર અરુણ ગોવિલ, લક્ષ્મણનું પાત્ર રવિ દુબે, રાણી કૌશલ્યાનું પાત્ર ઇન્દિરા કૃષ્ણન, શૂર્પણખાનું પાત્ર રકુલ પ્રીત સિંહ, શૂર્પણખાના પતિ વિદ્યુતજીવનું પાત્ર વિવેક ઓબેરોય, મંદોદરીની ભૂમિકા કાજલ અગ્રવાલ અને કૈકેયીનું પાત્ર લારા દત્તા ભજવી રહ્યા છે.
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, નિતેશ તિવારીની આ ફિલ્મ 835 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. જ્યાં તેનો પહેલો ભાગ દિવાળી 2025 પર રિલીઝ થશે. તેમજ તેનો બીજો ભાગ દિવાળી 2026 પર આવશે.