Get The App

રામગોપાલ વર્માએ દાઉદ ઈબ્રાહિમને પ્રેરણાસ્ત્રોત ગણાવી દેતાં ટ્રોલ થયો

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
રામગોપાલ વર્માએ દાઉદ ઈબ્રાહિમને પ્રેરણાસ્ત્રોત ગણાવી દેતાં ટ્રોલ થયો 1 - image


- શિક્ષક દિનની શુભેચ્છા આપવામાં ભાંગરો વાટયો

- અમિતાભ, સ્ટીવન સ્પીલબર્ગ જેવાની હરોળમાં દાઉદનું નામ મૂકતાં ચાહકો અતિશય નારાજ

મુંબઈ : ફિલ્મ સર્જક રામ ગોપાલ વર્માએ  ડોન દાઉદ ઇબ્રાહિમ ને પોતાનો પ્રેમના સ્ત્રોત ગણાવી દેતાં ભારે વિવાદ સર્જાયો છે. ઇન્ટરનેટ પર તે ભારે  ટ્રોલ થઈ રહ્યો છે. 

રામ ગોપાલ વર્માએ શિક્ષક દિન નિમિતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. તેમાં તેણે અમિતાભ બચ્ચન, શ્રીદેવી , બ્રુસ લી,  સ્ટીવન સ્પીલબર્ગ સાથે દાઉદ ઇબ્રાહિમનો પણ ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે હું આજે જે પણ કઈ છું, મેં જે ફિલ્મો બનાવી, જે મહાન લોકોએ મને પ્રેરણા આપી તેમાં આ લોકો સામેલ છે. તેની આ પોસ્ટ તરત વાયરલ થઈ હતી. ચાહકો એ તેનાં પર ટીકાના બાણ વરસાવ્યાં હતાં. તેમણે લખ્યું હતું કે શિક્ષક દિન જેવા પરમ આદરણીય ગુરુઓના ઋણ સ્વીકારના દિવસે દાઉદ જેવા ટેરરિસ્ટનું નામ સામેલ કરીને રામ ગોપાલે અનેક લોકોની લાગણી દુભાવી છે. અમિતાભ અને સ્ટીવન સ્પીલબર્ગ જેવા મહાનુભવો ની હરોળમાં દાઉદને કેવી રીતે મૂકી શકાય તેવું લોકોએ કહ્યું હતું. કેટલાકે લખ્યું હતું કે રામ ગોપાલ વર્મા તેની પાછલી કેટલીક ફિલ્મોની જેમ હવે સોશિયલ મીડિયા પર તેની મગજની ગંદકી ઠાલવી રહ્યો છે. રામ ગોપાલ વર્માએ દાઉદના ગુણગાન ગાયાં હોય તેવું પહેલીવાર નથી બન્યું. અગાઉ પણ તેણે જણાવ્યું હતું કે મારી કારકિર્દી દાઉદને આભારી છે. તેના પરની ફિલ્મો દ્વારા મને પ્રતિષ્ઠા મળી છે. રામ ગોપાલ વર્માની જાણીતી ફિલ્મ 'ડી કંપની' દાઉદ ગેંગના ઉદભવ પર આધારિત હતી. 

થોડા સમય પહેલાં રામગોપાલ વર્માએ  'વોર ટુ' ફિલ્મમાં કિયારા અડવાણીના બિકીની પોઝ વિશે વલ્ગર પોસ્ટ કરીને અનેક લોકોની નારાજગી વહોરી લીધી હતી.

Tags :