રામ ગોપાલ વર્મા અને મનોજ વાજપેયીનું ફરી કોલબરેશન
- પોલીસ સ્ટેશન મેં ભૂત ફિલ્મનું શૂટિંગ શરુ કરશે
- સત્યા અને શુલ જેવી ફિલ્મોની એક્ટર-ડિરેક્ટરની જોડી હવે હોરર કોમેડી હાથ ધરશે
મુંબઇ : રામ ગોપાલ વર્મા અને મનોજ વાજપેયી વર્ષો પછી ફરી કોલબરેશન કરી રહ્યા છે. રામ ગોપાલ વર્મા એક હોરર કોમેડી ફિલ્મ 'પોલીસ સ્ટેશન મેં ભૂત' બનાવી રહ્યો છે. તેમાં મનોજ વાજપેયીની મુખ્ય ભૂમિકા હશે. રામગોપાલ વર્મા તા. ૨૬ જુલાઇથી હૈદરાબાદમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. તેઓ એક મહિના સુધી શૂટિંગ કરશે.
રામ ગોપાલ વર્માની 'સત્યા' ફિલ્મથી મનોજ વાજપેયી સ્ટાર બન્યો હતો. તે પછી રામ ગોપાલ વર્માએ તેની સાથે 'કૌન' અને 'શૂલ' જેવી ફિલ્મો બનાવી હતી. રામ ગોપાલ વર્માએ જણાવ્યું હતું કે મેં અત્યાર સુધી ગેંગસ્ટર ડ્રામા, પોલિટિકલ ફિલ્મ, થ્રીલર ફિલ્મો બનાવી છે પરંતુ આ પહેલીવાર જ હું હોરર કોમેડી ફિલ્મ બનાવી રહ્યો છું.
રામ ગોપાલ વર્માની ગણના એક સમયે હિંદી સિનેમાના સૌથી કાબેલ દિગ્દર્શકોમાં થતી હતી. જોકે, પાછલાં વર્ષોમાં તેણે નરી વેઠ ઉતારી હતી અને તેની મોટાભાગની ફિલ્મો ફલોપ થઈ ગઈ હતી.