Get The App

રકુલ પ્રિત સિંહ ચેટ કરવા પોતાના નામનો ઉપયોગ કરનારા પર કાનૂની કાર્યવાહી કરશે

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
રકુલ પ્રિત સિંહ ચેટ કરવા પોતાના નામનો  ઉપયોગ કરનારા પર કાનૂની કાર્યવાહી કરશે 1 - image

- અભિનેત્રીએ સાથેસાથે પોતાના પ્રશંસકોને સાવચેત કર્યા

મુંબઇ : રકુલ પ્રીત સિંહે પોતાના પ્રશંસકોને એક અનામી વ્યક્તિથી ચેતવણી આપી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે, એક વ્યક્તિ રકુલના નામનો ખોટો ઉપયોગ કરીને લોકો સાથે વ્હોટસઅપ પર ચેટ કરી રહ્યો છે. તેથી તે પોતાના પ્રશંસકોને સાવચેત કરી રહી છે. આ સાથે તેણે એમ પણ કહ્યું હતું કે, તે આ મામલે કાનૂની કાર્યવાહી કરવાની છે. 

ઉલ્લેખનીય છેકે, આવી જ ફરિયાદ શ્રેયા શરણ અને અદિતિ રાવ હૈદરી દ્વારા પણ કરવામાં  આવી હતી. રકુલ હવે આ બાબતે કાનૂની કાર્યવાહી કરવાની છે. તે સાઇબર અપરાધ નોંધાવાની પ્રક્રિયા કરી રહી છે. 

અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતુંકે, મને જ્યારે આ બાબતે જાણ થઇ ત્યારે મારા મેનેજરે મને વાતચીતના થોડા અંશ અને સ્નેપશોટ મોકલ્યા હતા. તેણે વધુમાં કહ્યું હતું કે, આ વ્યક્તિ ચેન્નઇના એક ફોટોગ્રાફર પાસે પહેંચ્યો હતો. અને તેની સાથે મેં કામ કર્યું છે તેમ જણાવ્યું હતું. ફોટોગ્રાફરે મને મેસેજ કર્યો હતો કે એક વ્યક્તિ તેની સાથે રકુલના નામે વાત કરી કહ્યો હતો. સાથેસાથે તેણે મારી સાથે એ નબંરની તપાસ પણ કરી હતી. 

અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, આ પછી મેં આ મામલાને સોશ્યલ મીડિયા પર શેર કરવાનો નિર્ણય લીધો હતો જેથી લોકો સાવચેત થઇ જાય.એ  અજાણી વ્યક્તિ કઇ રીતે અને શું વાતચીત કરે છે તેનાથી હું અજાણ છું પરંતુ આ વાત ચિંતા કરાવે તેવી છે. 

રકુલની આ સ્પષ્ટતાથી તેના પ્રશંસકોના સમર્થન મળ્યા હતા. ઘણા લોકોએ જણાવ્યું હતું કે તેમની સાથે પણ એ વ્યક્તિએ સંપર્ક કર્યો હતો. ઘણાએ જણાવ્યું હતું કે, સોશયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર પણ સંદેશા મળ્યા હતા.