Get The App

સસરાના નાણાંકીય વ્યવહારો વિશે પૂછાતાં રકૂલ પ્રીત ભાગી

Updated: Sep 29th, 2024

GS TEAM

Google News
Google News
સસરાના નાણાંકીય વ્યવહારો વિશે પૂછાતાં રકૂલ પ્રીત ભાગી 1 - image


- રકુલે સોરી કહીને તરત ચાલતી પકડી

- વાસુ ભગનાની પાછલી ફિલ્મોના બાકી પેમેન્ટ મુદ્દે વિવાદોમાં ફસાયા છે

મુંબઈ: રકૂલપ્રીત સિંઘને તેના સસરા વાસુ ભગનાનીના નાણાંકીય વિવાદો વિશે સવાલ કરાતાં તે સોરી કહીને ભાગી હતી. 

રકૂલ પ્રીતસિંઘનાં લગ્ન પૂજા એન્ટરટેઈનમેન્ટ કંપનીના માલિક વાસુ ભગનાનીના પુત્ર જેકી ભગનાની સાથે થયાં છે. જેકી કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે પરંતુ સદંતર ફલોપ ગયો છે. 

રકૂલ પ્રીત સિંઘના સસરા વાસુ ભગનાની 'બડે મિયાં છોટે મિયાં', 'મિશન રાણીગંજ' તથા'ગણપત' સહિતની તેમની પાછલી ફિલ્મોમાં કલાકારો અને ક્રૂ મેમ્બર્સને પૈસા બાકી હોવાના વિવાદમાં ફસાયા છે. વાસુ ભગનાનીએ પોતે 'બડે મિયાં છોટે મિયાં'ના ડાયરેક્ટર  અલી અબ્બાસ જાફર તથા નેટફ્લિક્સ પ્લેટફોર્મ સામે ફરિયાદો કરી છે. 

અબુધાબીમાં આઈફા એવોર્ડ વખતે મીડિયાએ રકૂલ પ્રીત સિંઘને વાસુ ભગનાનીના નાણાંકીય વિવાદો વિશે પૂછ્યું હતું. આથી રકૂલ પ્રીત ડઘાઈ ગઈ હતી અને તેણે તરત જ સોરી કહીને ચાલતી પકડી હતી. બીજી તરફ 'બડે મિયાં છોટે મિયાં ' સહિતની ફિલ્મોના કલાકારોએ આ નાણાંકીય વિવાદો સંદર્ભે વાસુ ભગનાની સામે આક્ષેપો કર્યા છે. 

વાસુ ભગનાનીએ અલી અબ્બાસ  સામે ઉચાપતના આરોપો મૂક્યા છે પરંતુ કલાકારોએ આ આરોપો ફગાવતાં કહ્યું હતું કે વાસ્તવમા અલી અબ્બાસ જાફરને કારણે જ તેમને થોડું ઘણું  પેમેન્ટ મળ્યું છે. 

Tags :