- 3-4 મહિનામાં ફિલ્મનું શૂટિંગ શરુ કરાશે
- કોઈ મિલ ગયામાં અનેક સીન કપાઈ જતાં રાકેશ રોશન સાથે અણબનાવની ચર્ચા
મુંબઇ : 'ક્રિશ ફોર'માં રજત બેદી વિલન તરીકે ભૂમિકા ભજવશે તેવી ચર્ચા રાકેશ રોશને નકારી છે.
રજત બેદી અગાઉ 'કોઈ મિલ ગયા'માં વિલન તરીકે જોવા મળ્યો હતો.
તાજેતરમાં તે 'ધી બેડ્સ ઓફ બોલિવુડ' સીરિઝથી ફરી ચર્ચામાં છે.
જોકે, ઈન્ડસ્ટ્રી વર્તુળોમાં ચર્ચા અનુસાર 'કોઈ મિલ ગયા' વખતે જ રજત બેદી અને રાકેશ રોશન વચ્ચે અણબનાવ સર્જાયો હતો. આ ફિલ્મમાં રજત બેદીનાં એક ગીત સહિત કેટલાય સીન પર કાતર ફરી ગઈ હતી.
ફિલ્મનાં પ્રચાર પ્રમોશનમાંથી પણ તેની બાદબાકી કરી દેવાઈ હતી. તે પછી તે રાકેશ રોશનની ફિલ્મમાં ફરી કામ કરે તે અંગે શંકાકુશંકા વ્યક્ત કરાતી હતી.
ઉલ્લેખનીય છે કે હૃતિક રોશન ખુદ 'ક્રિશ ફોર'નું દિગ્દર્શન કરવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ આગામી ત્રણ-ચાર મહિનામાં રીલિઝ થવાની ધારણા છે.


