VIDEO: રાજકુમાર રાવની ફિલ્મ 'માલિક'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, 6 દમદાર ડાયલોગ રૂંવાડા ઊભા કરી દેશે
image source : instagram/ rajkummar rao |
'માલિક'માં રાજકુમાર રાવ સાથે ફિમેલ લીડમાં માનુષી છિલ્લર જોવા મળશે. ફિલ્મમાં સૌરભ શુક્લા, પ્રોસેનજીત ચેટર્જી, સ્વાનંદ કિરકિરે અને હુમા કુરૈશી પણ છે, ફિલ્મમાં તેનું એક આઈટમ સોંગ પણ છે. જો કે ટ્રેલરની શાનદાર વાત તેના દમદાર ડાયલૉગ્સ છે, જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે વધુ પ્રભાવશાળી લાગે છે. અહીં કેટલાક શાનદાર ડાયલૉગ્સનો ઉલ્લેખ છે.
1. પહેલો ડાયલૉગ
રાજકુમાર રાવના પિતા કહે છે 'એક મજબૂર બાપ કા બેટા હો તુમ, જો નહીં હો, વો બનને કી કોશિશ મત કરો' તેના જવાબમાં 'મજબૂર બાપ કા બેટા હૈ, કિસ્મત થી હમારી, ઔર આપકો મજબૂત બેટા કા બાપ બનના પડેગા, યે કિસ્મત હૈ આપકી'
2. બીજો ડાયલૉગ
લોહી લુહાણ હાલતમાં રાજકુમાર કહે છે, 'માલિક પૈદા નહીં હુએ તો કયા? બન તો સકતે હૈ'
3. ત્રીજો ડાયલૉગ
માનુષી છિલ્લર (રાજકુમારની પત્ની તરીકે) કહે છે, 'હમારા હિસ્સા કી ખુશી ઠીક સે આયા નહીં હમારે પાસ, જો હૈ પતા નહીં કબ તક રહેગા' તેના જવાબમાં રાજકુમાર રાવ કહે છે 'શાલિન હમે મારને વાલા અભી તક પૈદા નહીં હુઆ'
4 ચોથો ડાયલૉગ
એક દ્રશ્યમાં રાજકુમાર કહે છે 'વિધાયક કા કુર્સી ન, જિંદગીભર ચબૂતરા પર ચિપકા નહીં રહેગા. ઔર રહેગા ભી તો ચબૂતરા કાટ કે નિકાલના આતા હૈ હમકો'
5.પાંચમો ડાયલૉગ
ગેંગના સભ્ય અંશુમાન પુષ્કર રાજકુમારને કહે છે, 'તુમ ચુનાવ મે ખડા હુઆ ન , બહુત ખૂન બહેગા ઇલાહાબાદ મે'
6. છઠ્ઠો ડાયલૉગ
એક દ્રશ્યમાં રાજકુમાર ગેંગના સભ્યોને કહે છે, 'ઇતના ગોલી મારો, જિતના પ્રદેશ કે ઇતિહાસમે આજ તક ન ચલા હો'
'માલિક' ક્યારે રિલીઝ થશે?
ફિલ્મનું દિગ્દર્શન પુલ્કિતે કર્યું છે, આ ફિલ્મ 'ટિપ્સ ફિલ્મ્સ લિમિટેડ અને નોર્ધન લાઇટ્સ ફિલ્મ્સ'ના બેનર હેઠળ બનાવવામાં આવી છે. કુમાર તૌરાણી અને જય શવકર્મણીએ ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મમાં સંગીત સચિન-જિગરે આપ્યું છે, જે ખૂબ જ શાનદાર છે, ખાસ કરીને ટાઇટલ સોન્ગ. ફિલ્મ 11 જુલાઈ, 2025ના રોજ મોટા પડદા પર રિલીઝ થશે.