Get The App

અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ: મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ

Updated: Oct 1st, 2024

GS TEAM

Google News
Google News
અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ: મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ 1 - image


Rajinikanth Admitted To Hospital In Chennai: સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની સોમવારે (30મી સપ્ટેમ્બર) મોડી રાત્રે અચાનક તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, 73 વર્ષીય રજનીકાંતને અચાનક પેટમાં દુ:ખાવો ઉપડ્યો હતો, જેના ત્યારેબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સાઉથના દિગ્ગજ સ્ટારની તબિયતના સમાચાર સામે આવ્યા બાદ તેમના ચાહકો ખૂબ જ ચિંતિત છે. રજનીકાંતના પત્ની લતાએ સુપરસ્ટારનું હેલ્થ અપડેટ આપતા કહ્યું હતું કે,'તેમની તબિયત સ્થિર છે.'

હાલ રજનીકાંતની તબિયત સ્થિર છે

અહેવાલો અનુસાર, રજનીકાંતને મંગળવારે વૈકલ્પિક પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે. ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સાઇ સતીશની ટીમ દ્વારા તેમની તપાસ કરવામાં આવી રહી છે. હાલ તેમની તબિયત સ્થિર છે. બીજી તરફ રજનીકાંતના ચાહકોની ચિંતા ઓછી નથી થઈ રહી. તેમનું કહેવું છે કે, 'જ્યાં સુધી રજનીકાંત હોસ્પિટલમાંથી બહાર ન આવે. ત્યા સુધી રાહતનો શ્વાસ લઈ શકશું નહીં.'

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન: PM મોદીએ લોકતંત્રના ઉત્સવને સફળ બનાવવા કરી અપીલ


વર્ષો પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું 

ઉલ્લેખનીય છે કે, સાઉથના રજનીકાંતનું સિંગાપુરમાં થોડાં વર્ષો પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને તાજેતરમાં જ તેમણે સ્વાસ્થ્યના કારણો દર્શાવીને રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો હતો, પરંતુ તેઓ હજુ પણ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. તેમની નવી ફિલ્મ 'વેટ્ટેયન' 10 ઓક્ટોબરે આવી રહી છે. આમાં તેમની સાથે અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. આ ઉપરાંત તેમની ફિલ્મ 'વેટ્ટેયન'નું ટ્રેલર આવતીકાલે એટલે કે બીજીજી ઓક્ટોબરે લોન્ચ થવા જઈ રહ્યું છે. આ પછી તેની બીજી ફિલ્મ 'કુલી' 2024માં રિલીઝ થશે. ફેન્સ પણ આ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ: મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ 2 - image

Tags :