Get The App

રાજામૌલીએ બાહુબલી થ્રી બનાવવાની તૈયારી આરંભી

Updated: Oct 19th, 2024

GS TEAM

Google News
Google News
રાજામૌલીએ બાહુબલી થ્રી બનાવવાની તૈયારી આરંભી 1 - image


- સ્ટોરી ડેવલપ થઈ રહી હોવાનું નિર્માતાનું સમર્થન

- પ્રભાસ અગાઉ ત્રીજા ભાગનો ઈનકાર કરી ચૂક્યો છેઃ પ્રોજેકટ અંગે વધુ વિગતોની  પ્રતીક્ષા 

મુંબઇ : પ્રભાસની સુપરહિટ ફિલ્મ 'બાહુબલી'નો ત્રીજો ભાગ બનાવવાની તૈયારી શરુ થઈ છે. અગાઉ પ્રભાસ ફિલ્મના ત્રીજા ભાગની  શક્યતા નકારી ચૂક્યો છે. આ સંજોગોમાં હવે આ પ્રોજેક્ટ કેવી  રીતે આકાર લે છે તે અંગે ચાહકોની ઉત્સુકતા વધી છે. 

ફિલ્મના નિર્માતા જ્ઞાાનવેલ રાજાએ કન્ફર્મ કર્યું હતું કે ત્રીજા ભાગ માટે બ્રેઈન સ્ટોર્મિંગ શરુ થઈ ગયું છે. હાલ સ્ટોરી ડેવલપ થઈ રહી છે. જોકે, તેમણે કહ્યું હતું કે   મારે કોઇ ઉતાવળ કરવી નથી. મારે આ ફિલ્મને પૂરો સમય આપવો છે જેથી દર્શક આ સીકવલ જોતી વખતે તેનાં પાત્રો સાથે જોડાઇ શકે.

અગાઉ સ્ક્રિપ્ટ રાઇટર વિજયેન્દ્ર  પ્રસાદ અને લીડ ્ભિનેતા પ્રભાસે ઇશારો કર્યો હતો કે બાહુબલીની વાર્તા પૂરી થઇ ગઇ છે.  ફૂલ ફલેજ્ડ ફિલ્મને બદલે વેબ સીરીઝ બનાવવાની શક્યતા પણ ચર્ચાઈ હતી. જોકે હવે જ્ઞાાનવેલ રાજાની હાલની ઘોષણાએ પ્રશંસકોની ઉત્સુકતા વધારી છે. 

Tags :