રાજામૌલીએ હૈદરાબાદમાં જ આબેહુબ વારાણસી ઉભું કર્યું
- 50 કરોડના ખર્ચે ભવ્ય સેટ બનાવ્યો
- વારાણસીની ગીચ ગલીઓમાં શૂટિંગ કરવું મુશ્કેલ હોવાથી સેટ બનાવવાનો નિર્ણય
મુંબઇ : એસ એસ રાજામૌલીની પ્રિયંકા ચોપરા તથા મહેશબાબુ સાથેની આગામી ફિલ્મમાં વારાણસી શહેર દેખાશે. જોકે, આ વારાણસી શહેર અસલી નહિ હોય પરંતુ હૈદરાબાદમાં જ વારાણસીનો આબેહૂબ સેટ ઉભો કરાયો છે.
આ સેટ બનાવવામાં આશરે ૫૦ કરોડનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે. વારાણસીની ગીચ ગલીઓમાં મહેશબાબુ તથા પ્રિયંકા જેવા કલાકારો સાથે શૂટિંગ કરવું મુશ્કેલ હોવાથી રાજામૌલીએ સેટ બનાવવાનું નક્કી કર્યું હતું.
આ ભવ્ય સેટ પર મહેશ બાબૂ સાથે ફિલ્મના મુખ્ય એકશન સીકવન્સનું શૂટિંગ કરવામાં આવશે. ફિલ્મનું ઘણું ં શૂટિંગ કેન્યામાં પણ કરવામાં આવશે. ફિલ્મનો હિરો મહેશબાબુ એક ઔષધીય જડીબુટ્ટી શોધવા નીકળે છે તે પ્રકારની ફિલ્મની વાર્તા છે.ફિલ્મને હાલ કામચલાઉ ટાઈટલ એસએસએમબી૨૯ ટાઈટલ અપાયું છે. ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વની ભૂમિકામાં છે.