રાહુલ ખન્નાએ નેકેટ ફોટો પોસ્ટ કર્યો, હિરોઈનોને સોફા અને મોજા ગમ્યા
- વિજય દેવરકોન્ડા, આમીરે આવા પોઝ આપ્યા છે
- મલાઇકા, નેહા ધુપિયા, દિયા મિર્ઝા સહિતની હિરોઈનોએ કોમેન્ટસનો મારો ચલાવ્યોઃજાહ્વવી રાહુલને સ્ટોક કરી ચુકી છે
અભિનેતા અને મોડલ રાહુલ ખન્નાએ તેનો લગભગ નેકેડ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ભારે ચર્ચા જગાવી હતી. રાહુલના દાવા અનુસાર પોતે કોઈ મોટો ઘટસ્ફોટ કરવા જઈ રહ્યો છે તેનો સંકેત આપવા તેણે આવો ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટા પર કેટલીય હિરોઈનોએ પણ કોમેન્ટસ પાસ કરી હતી.
રાહુલ આ ફોટામાં એક સોફા પર આરામથી બેઠો છે અને તેણે પોતાના પ્રાઈવેટ પાર્ટસને એક કુશનથી ઢાંક્યા છે. સાથે તેણે ડાર્ક રેડ લાંબા મોજા અને બ્રાઉન શૂઝ પહેર્યા છે. રાહુલે આ ફોટા સાથે કેપ્શનમાં જણાવ્યું છે કે હું કશુંક છૂપાવી રહ્યો છું. પરંતુ હવે તે સૌેને જણાવવાનો સમય આવી ગયો છે. આવતીકાલે હું કશુંક મોટું પ્રગટ કરીશ.
આ ફોટા નીચે જાતભાતની કોમેન્ટસ કરવામાં બોલીવૂડની કેટલીક હિરોઈન પણ સામેલ થઈ હતી. અભિનેત્રી દિયા મિર્ઝાએ સોફા બહુ સરસ છે એવી કોમેન્ટ કરી હતી. મલાઇકા અરોરાએ પણ નાઈસ સોફા એમ જણાવ્યુ ંહતું. ટીસ્કા ચોપરાએ પોતાને બહુ આંચકો લાગ્યો હોવાનું જણાવ્યું હતું. નેહા ધુપિયાએ નાઈસ સોક્સ એમ કહીને રાહુલે પહેરેલાં મોજાના વખાણ કર્યાં હતાં.
વેટરન અભિનેતા સ્વ. વિનોદ ખન્નાના પુત્ર અને એક્ટર અક્ષય ખન્નાના ભાઈ રાહુલે પણ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તે મોડલ તરીકે વધારે જાણીતો છે. તાજેતરમાં જ જાહ્નવી કપૂરે એક ચેટ શોમાં કહ્યું હતું કે પોતે સોશિયલ મીડિયા પર રાહુલ ખન્નાને સ્ટોક કરી ચુકી છે. તે પછી આજે કેટલાક નેટિઝન્સએ રાહુલના આ ન્યૂડ ફોટા અંગે જાહ્નવી શું વિચારે છે તે પણ જાણવા માગ્યું હતું.
બોલીવૂડમાં ન્યૂડ ફોટોઝ મુકી ખળભળાટ મચાવવાનો કિમિયો અગાઉ પણ કેટલાક હિરો અજમાવી ચુક્યા છે. તાજેતરમાં સાઉથના સ્ટાર વિજય દેવરકોંડાએ પોતાની ફિલ્મના પ્રચાર માટે આવો ફોટો મુક્યો હતો. વર્ષો પહેલાં આમીર ખાને પોતાની ફિલ્મ પીકેના પ્રચાર માટે માત્ર ટેપ રેકોર્ડરથી શરીરનો ચોક્સ ભાગ ઢાંકી ન્યૂડ પોસ્ટર રજૂ કર્યું હતું.