રાગિણી એમએમએસ થ્રીમાં તમન્ના સાથે નોરા ફતેહી પણ હશે
- એકતાની ફિલ્મમાં તમન્નાની મુખ્ય ભૂમિકા હશે
- આ વખતે ફિલ્મ હોરર કોમેડી જોનરની હશે, શૂટિંગ આ વર્ષના અંતે શરુ થશે
મુંબઇ : એકતા કપૂરે 'રાગિણી એમએમસ થ્રી'ની તૈયારી આગળ ધપાવી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે તેણે તમન્ના ભાટિયાની પસંદગી કરી છે. હવે એક અપડેટ પ્રમાણે ફિલ્મમાં નોરા ફતેહી પણ તમન્ના સાથે દેખાશે.
જોકે, નોરા ફતેહી માત્ર આઈટમ સોંગ કરશે કે પછી ફિલ્મમાં તેની ભૂમિકા પણ હશે તે હાલના તબક્કે સ્પષ્ટ થયું નથી. ફિલ્મના અન્ય કલાકારો વિશે પણ જાહેરાતની રાહ જોવાઈ રહી છે. હજુ સુધી એક્તાએ કાસ્ટિંગ વિશે કશું જ સત્તાવાર રીતે જાહેર કર્યું નથી.
આ વખતે તમન્ના આ ફ્રેન્ચાઈઝીના જોનરમાં ફેરફાર કરી રહી છે. તેને એડલ્ટ ફિલ્મ બનાવવાને બદલે હોરર કોમેડી જોનરમાં ઢાળવામાં આવશે.
ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ચૂકી છે અને મોટાભાગે આ વર્ષના અંતે તેનું શૂટિંગ શરુ થઈ જશે.