રાખી સાવંત તો ઉભયલીંગી (ટ્રાન્સજેન્ડર ) છે
-તનુશ્રી દત્તાએ ફરી વિવાદ સર્જ્યો
-રાખીએ એને ખોટાબોલી ગણાવી હતી
મુંબઇ તા.6 નવેંબર 2018 મંગળવાર
અભિનેત્રી તનુશ્રી દત્તાએ અભિનેત્રી કમ આઇટમ ગર્લ રાખી સાવંતને ટ્રાન્સજેન્ડર (ઉભયલીંગી ) ગણાવીને નવેસર વિવાદ સર્જ્યો હતો.
તનુશ્રી દત્તાએ દસ વર્ષ પહેલાં સિનિયર અભિનેતા નાના પાટેકરે અને ડાયરેક્ટર વિકાસ બહલે પોતાની સાથે કરેલા કહેવાતા ગેરવર્તન અંગે મિડિયા સમક્ષ વાત કરી ત્યારે રાખીએ નાના પાટેકરનો બચાવ કરતાં એવો દાવો કર્યો હતો કે તનુશ્રી આ ઘટના બની ત્યારે ડ્રગના નશામાં હતી અને ડાન્સ કરી શકતી નહોતી એટલે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યે મને ફોન કરીને બોલાવી હતી અને તનુશ્રીવાળો ડાન્સ કરવા વિનવી હતી.
આ વિવાદ ત્યારથી ચાલ્યા કરે છે અને તનુશ્રી તથા રાખી એકબીજા પર ગલીચ આક્ષેપો કરતાં રહે છે.
એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં તનુશ્રીએ કહ્યું કે છેલ્લા એક સપ્તાહમાં મને મળેલી માહિતી મુજબ રાખીની તમામ સંપત્તિ ગીરવે મૂકાયેલી છે, એના અમેરિકાના વીઝા રદ થયા છે એટલે ત્યાં જઇને સ્ટેજ શો કરી શકે એમ નથી. કોઇ ગઠિયો એના બધા પૈસાની તફડંચી કરી ગયો છે અને બોલિવૂડમાં તો એવી પણ અફવા છે કે રાખી ટ્રાન્સજેન્ડર છે. તેં પોતે પણ કેટલાક ઇન્ટરવ્યૂમાં આ વાત સ્વીકારી છે. તેં એમ પણ સ્વીકાર્યું છે કે તું કાસ્ટિંગ કાઉચમાં સંડોવાઇ છે. એટલે મારા વિશે તને બોલવાનો અધિકાર રહેતો નથી.