mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ક્વીન ઓફ રોક 'એન' રોલ તરીકે જાણીતી અમેરિકી સિંગર ટીના ટર્નરનું 83 વર્ષની વયે નિધન

ટર્નરે છેલ્લી સદીના 60ના દાયકામાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી

Updated: May 25th, 2023

ક્વીન ઓફ રોક 'એન' રોલ તરીકે જાણીતી અમેરિકી સિંગર ટીના ટર્નરનું 83 વર્ષની વયે નિધન 1 - image

image : Twitter


ક્વીન ઓફ રોક 'એન' રોલ તરીકે જાણીતી અમેરિકામાં જન્મેલી સિંગર ટીના ટર્નરનું બુધવારે 83 વર્ષની વયે નિધન થયું હતું. તેમના પ્રતિનિધિએ જણાવ્યું કે તેમણે ઝ્યુરિખ નજીકના તેમના ઘરે લાંબી બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા. તેમને અત્યાર સુધીના મહાન રેકોર્ડિંગ કલાકારોમાંના એક ગણવામાં આવે છે. ટર્નરે છેલ્લી સદીના 60ના દાયકામાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે રોક 'એન' રોલના શરૂઆતના દિવસો હતા. તેમનું એક પ્રખ્યાત ગીત છે - વ્હોટ્સ લવ ગોટ ટુ ડૂ વિથ ઈટ?  આમાં તેમણે પ્રેમને સેકન્ડ હેન્ડ ઈમોશન ગણાવ્યો છે. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ ટ્વિટ કરીને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. 

Gujarat