Get The App

ક્વીનનો સર્જક વિકાસ બહલ અલીઝેહ અને રાઘવ સાથે ફિલ્મ બનાવશે

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
ક્વીનનો સર્જક વિકાસ બહલ અલીઝેહ અને રાઘવ સાથે ફિલ્મ બનાવશે 1 - image


- કંગનાની ક્વીન ટુ ફિલ્મ અટકી પડશે

- રાઘવ જુયાલને વધુ એક  ફિલ્મ મળી : સલમાનની ભાણેજ  હોવા છતાં અલીઝેહની કેરિયર ચાલી નથી

મુંબઇ : કંગના રણૌતને લઈ 'ક્વીન' ફિલ્મ બનાવનારા વિકાસ બહલે હવે 'ક્વીન ટુ'નો પ્રોજેક્ટ થોડા સમય માટે પડતો મૂકી દીધો છે અને તેને બદલે તેણે સલમાન ખાનની ભાણેજ અલીઝેહ અગ્નિહોત્રી તથા એક્ટર રાઘવ જુયાલ સાથે નવી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. 

આ ફિલ્મ ફ્રેન્ચ-બેલ્જિયમ ફિલ્મ 'લા ફેમિલી બેલિયર'નું હિંદી રુપાંતર હશે. તેમાં એક બધિર પરિવારની યુવતી રોજિંદા  સંઘર્ષ સાથે ગાયિકા બનવાના પ્રયાસો કરે છે તેવી  વાર્તા હતી. સંજય લીલા ભણશાળીએ મનીષા કોઈરાલા સાથે બનાવેલી ફિલ્મ 'ખામોશીઃ ધી  મ્યુઝિકલ ' સાથે તેની સ્ટોરી મળતી આવે છે. 

રાઘવ જુયાલ 'ધી બેડ્સ ઓફ બોલીવૂડ' પછી નવા નવા પ્રોજેક્ટ મેળવી રહ્યો છે. બીજી તરફ સલમાન ખાનની ભાણેજ તથા અતુલ અગ્નિહોત્રી જેવા કલાકારની દીકરી હોવા છતાં પણ અલીઝેહની કારકિર્દી ખાસ આગળ વધી નથી. ૨૦૨૩માં તેની ડેબ્યૂ ફિલ્મ 'ફર્રે' રજૂ થઈ હતી પણ એ પછી તેને ખાસ ફિલ્મો મળી નથી.

Tags :