પુષ્પા-ટુ પહેલા જ વીકએન્ડમાં 500 કરોડથી વધુ કમાઈ
- ફિલમની પ્રોડક્શન કોસ્ટ 4 જ દિવસમાં વસૂલ
- બોક્સ ઓફિસ પર કમાણીના 20થી વધુ રેકોર્ડ તોડયા બાહુબલી, જવાન સહિતની ફિલ્મોને પાછળ છોડી
મુંબઇ : 'પુષ્પા ટૂ'ની પહેલા વીક એન્ડમાં ભારતમાં કુલ ૫૨૯ કરોડની કમાણી થઈ છે. આશરે ૫૦૦ કરોડના બજેટમાં બનેલી મનાતી ફિલ્મનો ખર્ચો રીલિઝ થયાના ચાર જ દિવસમાં વસૂલ થઈ ગયો છે. આ ઉપરાંત ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના ૨૦થી વધુ રેકોર્ડ પણ તોડયા છે.
'પુષ્પા ટૂ ' પહેલા વીકેન્ડમાં દુનિયાભરની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઇ છે. આ ફિલ્મ ચાર દિવસમાં દુનિયાભરની બોક્સ ઓફિસ પર ૮૦૦.૫૦ કરોડનું ગ્રોસ કલેકશન કર્યું છે.
આ ફિલ્મે કમાણીની આંધીમાં 'બાહુબલી ટૂ' થી લઇને 'આરઆરઆર', 'કેજીએફ ટૂ','જવાન','એનિમલ' અને 'પઠાણ' જેવી ફિલ્મોના રેકોર્ડ ધ્વસ્ત કરી નાખ્યા છે.હવે લોકોની નજર આ ફિલ્મ આમિર ખાનની 'દંગલ'નો આઠ વરસ જુનો રેકોર્ડ તોડી શકે છે કે નહીં તેના પર છે. 'દંગલ' અત્યાર સુધીમાં વિશ્વભરમાં અધિક કમાણી કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ ગણાય છે. તેનું લાઈફટાઈમ વર્લ્ડ વાઈડ કલેક્શન ૨૦૭૦.૩૦ કરોડ રૂપિયા છે.
'પુષ્પા ટૂ 'પાંચ ભાષાઓમાં રિલીઝ થઇ છે જેનું કલેકશન ૫૨૯.૦૦ કરોડ રૂપિયા થયું છે. તેમજ ગ્રોસ કલેકશન ૬૩૨.૫૦ રૂપિયા થયું છે.
હિંદી વર્ઝનમાં પણ પહેલા ૩ દિવસોમાં તે અધિક કમાણી કરનારી ફિલ્મ બની છે. ભારતીય બોક્સ ઓેફિસ પરપહેલા વીક એન્ડમાં ં જ ૫૦૦ કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ પણ 'પુષ્પા ટૂ'ના નામ પર આવી ગયો છે. હિંદીમાં તેણે પહેલા વીક એન્ડમાં મહત્તમ કમાણીનો 'જવાન'નો રેકોર્ડ તોડયો છે.