સોશ્યલ મીડિયા પર સેક્સ સંબંધી બિનધાસ્ત માહિતી આપે છે
- અનુરાગ કશ્યપની પુત્રીનું પોર્ન એડીકશન
- વીડિયો બનાવીને પણ લોકોની સમસ્યાઓનું નિવારણ લાવવાના પ્રયાસ કરે છે
મુંબઇ : બોલીવૂડના જાણીતા દિગ્દર્શક અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ સોશ્યલ મીડિયા પર એકટિવ રહે છે. તે પોતાની પર્સનલ લાઇફને લઇને પણ બહુ ઓપન રહે છે. સેક્સ તેમજ અંગત સમસ્યાઓના અનુભવ પણ પોતે લોકો સાથે શેર કરે છે અને તેના વિશે જાણકારી પણ આપે છે. તેણે એ પણ કબૂલ્યુ ંહતુ ંકે, પોતે ભૂતકાળમાં સેક્શુઅલી એકટિવ થતા પહેલા પોર્ન વીડિયો જોતી હતી પરંતુ પછીથી તેને બહુ તકલીફો થવાથી તેણે હવે એ બંધ કરી દીધું છે.
તે પીરિયડસ, બિકીની વેક્સ, ન્યૂડિટી જેવા વિવિધ વિષયોના ટોપિક્સ પર ફેન્સના સવાલના જવાબ પણ આપે છે.
આ વખતે આલિયા કશ્યપે જાતીય સમાગમ વખતે થતી પીડા અને પોર્ન ફિલ્મના એડિકશન સહિત અન્ય બાબતો પર વાતો કરી છે.
આલિયા યુટ્.ૂબ ચેનલ પરના પોતાના સબસ્ક્રાઈબરો સાથે શેર કરતી રહે છે. તેમના પ્રશ્રોના વીડિયો બનાવીને પણ પ્રતિક્રિયા આપે છે.
પ્રથમ વખત જાતીય સમાગમ કરતી વખતે થતી પીડા અને બ્લિડિંગ બાબતે પણ આલિયાએ પોતાનો અંગત અનુભવ તેમજ જાણકારી આપી હતી.