નિર્માતા કરીમ મોરાનીની કોરોના ટેસ્ટ બીજી વખત પણ પોઝિટિવ આવી
- તે 60 વરસનો હોવા ઉપરાંત હાર્ટનો દરદી હોવાથી પરિવાર ચિંતામાં
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 14 એપ્રિલ 2020, મંગળવાર
બોલીવૂડ નિર્માતા કરીમ મોરાનીની કોવિડ ૧૯ની ટેસ્ટ બીજી વખત પોઝિટિવ આવી છે. કરીમને ૮ એપ્રિલના રોજ મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ પહેલા તેની નાની પુત્રી સજા પણ આ જ હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ હતી તેમજ તેની બીજી પુત્રી ઝોયાને પણ કોરોના પોઝિટિવ આવતા કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હવે આ બન્ને બહેનોના કોરોનાના ટેસ્ટ નેગેટિવ આવતા સાજી થઇને ઘરે પાછી ફરી છે. પરંતુ કરીમનો ટેસ્ટ બીજી વખત પોઝિટિવ આવ્યો છે.
કરીમને કોરોના ટેસ્ટ બીજી વખત પોઝિટિવ આવતાં તેનો પરિવાર ચિંતામાં મુકાઇ ગયો છે. કરીમની વય ૬૦ વરસની છે તેમ જ તે હાર્ટનો દરદી છે. તેને બે વખત હાર્ટ એટેક ાવી ચુક્યા છે. તેમજ તેની બાયપાસ સર્જરી પણ કરવામાં આવી છે. તેથી તેના પરિવારને તેની ચિંતા સતાવી રહી છે.
બોલીવૂડમાં કરીમની સૌથી નજીક શાહરૂખ ખાન છે. કરીમનો પરિવાર મુંબઇના જુહુ એરિયામાં રહે છે.