ફિલ્મ ઓપરેશન સિંદૂરના પ્રોડયુસર અને ડાયરેકટરે માફી માંગી
- ભારત-પાકિસ્તાન વોર વચ્ચે ફિલ્મનું પોસ્ટર જોઇને લોકો ભડક્યા
મુંબઇ : આંતકવાદીઓએ નિર્દોેષ લોકો પર જીવલેણ હુમલા કર્યા પછી ભારતે ઓપરેશન સિંદૂર સાથે તેમની સાથે યુદ્ધ છેડયું છે. તેવામાં બોલીવૂડના નિર્માતાઓ ઓપરેશન સિંદૂર ટાઇટલ સાથે ફિલ્મો રજિસ્ટર કરીને બનાવવાનું શરૂ કરીને પોસ્ટર લોન્ચ કર્યું હતું. જે જોઇને લોકો ભડક્યા હતા પરિણામે જેકી ભગનાનીનો ભાઇ અને પ્રોડયુસર નિક્કી ભગનાની અન ેડાયરેકરટ ઉત્તમ મહેશ્વરીએ જાહેરમાં માફી માંગી છે.તેમણે એક સહ-નિવેદન શેર કર્યું છ ેકે, હાલમાં જ ભારતીય સેનાના વીરતાપૂર્ણ પ્રયાસો પ્રેરિત ઓપરેશન સિંદૂર પર આધારિત એક ફિલ્મની ઘોષણા કરવા બદલ હું હૃદયપૂર્વક માફી માંગુ છું. અમારો ઉદેશ્ય કોઇની ભાવનાને ઠેસ પહોંચાડવાનો કે ભડકાવવાનો નહોતો. એક ફિલ્મ નિર્માતા તરીકે હું આપણા સૈનિકોની શક્તિથી પ્રભાવિત થઇને આ વાતને જાહેરમાં લાવવા માંગતો હતો. આ પ્રોજેક્ટકોઇ પ્રસિદ્ધિ કે પછી ધન કમાવવા માટે નહીં પરંતુ રાષ્ટ્રના અમારા ઊંડા પ્રેમ અને સમ્માનથી ઉદભવ્યો છે. લોકોનો આક્રોષ જોતાં જ મને સમજાયું છે કે પરિસ્થિતિ અને સંવેદનશીલતાને કારણે અસુવિધા અથવા ખોટું થવાનું જણાઇ રહ્યું છે. આ માટે અમને ખેદ છે.
તેણે વધુમાં જણાવ્યું છ ે કે, અમારા માટે આ એક ફિલ્મ નહોતી પરંતુ પૂરા દેશની ભાવના છે અને દુનિયાની સામે દેશની સામાજિક છબી છે.