પ્રિયંકા ઇટાલી પહોંચી ગઇ
-ક્વોન્ટિકો થ્રીનું શૂટિંગ ત્યાં થવાનું છે
-એબીસીની હિટ નીવડેલી સિરિયલ છે
રોમ/ લોસ એંજલ્સ/ મુંબઇ તા.૧૦
બોલિવૂડ અને હોલિવૂડની ટોચની અભિનેત્રી કમ ફિલ્મ સર્જક પ્રિયંકા ચોપરા એની સુપરહિટ ટીવી સિરિયલ એબીસીની ક્વોન્ટિકોની ત્રીજી સીઝન માટે ઇટાલી પહોંચી હોવાની માહિતી મળી હતી.
આ સિરિયલની ત્રીજી સીઝનનું શૂટિંગ ઇટાલીમાં થવાનું છે એવું જાણકાર સૂત્રોએ કહ્યુ ંહતું. આ સિરિયલમાં પ્રિયંકા એફબીઆઇની એજન્ટનો રોલ કરી રહી છે જેના પર ન્યૂયોર્કમાં બોમ્બ વિસ્ફોટ કરવાના કાવતરાનો આક્ષેપ મૂકાયો હતો. આ સિરિયલમાં પ્રિયંકાના અભિનયને આંતરરાષ્ટ્રીય મિડિયાએ બિરદાવ્યો હતો. એના પગલે એને હોલિવૂડની બે ત્રણ ફિલ્મો પણ મળી હતી જેમાં ડ્વેઇન જ્હૉન્સનની બેવૉચ તો રજૂ થઇ ચૂકી છે. આ ફિલ્મમાં પ્રિયંકાએ વિલનનો રોલ કર્યો હતો.
ત્યારબાદ એણે ઇઝન્ટ ઇટ રોમાન્ટિક નામની ફિલ્મ કરી હતી.
પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પરના પોતાના પેજમાં કેટલાક ફોટોગ્રાફ્સ શૅર કરતાં જણાવ્યા મુજબ ક્વોન્ટિકોની પહેલી બે સીઝનમાં બાવીસ એપિસોડ હતા જ્યારે ત્રીજી સીઝનમાં ફ્કત તેર એપિસોડ હશે.
હાલ પ્રિયંકા ભારત અને અમેરિકા વચ્ચે ઊડાઊડ કરતી હતી. એણે હાલ બોલિવૂડની કોઇ ફિલ્મ સ્વીકારી નથી. અગાઉ એવા અહેવાલ પ્રગટ થયા હતા કે એ પંજાબી કવયિત્રી અમૃતા પ્રીતમ અને ફિલ્મ ગીતકાર સાહિર લુધિયાનવીની લવ સ્ટોરી પર આધારિત સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગુસ્તાખિયાં કરશે, પ્રિયંકાએે આ ફિલ્મ સ્વીકાર્યા બાદ કોઇ કારણે પડતી મૂકી હતી.