Get The App

પ્રિયંકા ચોપડાએ 68 વર્ષના અભિનેતા સાથે કિસિંગ સીન માટે ના પાડી હતી, સેટ પર થઈ હતી બબાલ

Updated: Mar 7th, 2025

GS TEAM


Google News
Google News
પ્રિયંકા ચોપડાએ 68 વર્ષના અભિનેતા સાથે કિસિંગ સીન માટે ના પાડી હતી, સેટ પર થઈ હતી બબાલ 1 - image


Bollywood : હિન્દી સિનેમાનો ઈતિહાસ ખૂબ ઊંડો છે. જેમાં એવા કેટલાક રસપ્રજ અને વિવાદો રહેલા છે, જેના વિશે જેટલુ કહેવામાં આવે તેટલું ઓછું છે. આજે અમે તમને બોલિવૂડની એક જાણતી અભિનેત્રી સાથે જોડાયેલો રસપ્રદ કિસ્સો કહેવા જઈ રહ્યા છીએ, જ્યારે તેણે 68 વર્ષના અભિનેતાને કિસ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. 

જેના કારણે અભિનેતા ગુસ્સે થઈ ગયા હતા અને સેટ પર નારાજ થયા હતા. આ પછી અભિનેતાએ અભિનેત્રી વિરુદ્ધ કેટલાક નિવેદનો આપ્યા. ચાલો જાણીએ કે આ આખો મામલો કયા બે સેલેબ્સ સાથે જોડાયેલો છે.

અભિનેત્રીએ કિસિંગ સીન કરવાની ના પાડી દીધી

ફિલ્મ નિર્માતાઓ ફિલ્મોને રસપ્રદ બનાવવા માટે  કિસિંગ સીનનો ઉપયોગ કરે છે. આવા સીન અભિનેતા અને અભિનેત્રીની સંમતિથી લેવામાં આવતા હોય છે. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે, જ્યારે બેમાંથી કોઈ એક આવા સીન કરવા માટે રાજી ન હોય...

અન્નુનું નામ સાંભળતા જ પ્રિયંકાએ કિસિંગ સીન આપવાની ના પાડી

આવું જ કઈક હાલમાં જ ફિલ્મ 'સાત ખૂન માફ'ના સેટ પર જોવા મળ્યું છે, કે જ્યારે અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ અન્નુ કપૂર સાથે કિસિંગ સીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ખરેખર સાત ખૂન માફ ફિલ્મ પ્રિયંકા ચોપરાની પોપુલર ફિલ્મ છે. સ્ક્રિપ્ટની ડિમાન્ડ પ્રમાણે પ્રિયંકાએ અન્નુ કપૂર સાથે કિસિંગ અને ઈન્ટીમેન્ટ સીન આપવાના હતા. પરંતુ અન્નુનું નામ સાંભળતાની સાથે જ પ્રિયંકાએ આ સીન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. 

મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા ચોપરાનું માનવું છે કે, તે એક વૃદ્ધ અભિનેતા અને વાસ્તવિક જીવનમાં ત્રણ બાળકોના પિતા છે. આ ઉપરાંત તેઓ લીડ અભિનેતા પણ નથી. ત્યાર બાદ અન્નુ કપૂર ખૂબ ગુસ્સે થયા અને સેટ પર જ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમને લાગ્યું કે પ્રિયંકાએ મારુ અપમાન કર્યું છે.

અન્નુ કપૂરે વર્ષો પછી પોતાનો ગુસ્સો ઠાલવ્યો 

વર્ષો પછી અન્નુ કપૂરે આ અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, જો હું એક હેન્ડસમ હીરો હોત, તો તે એ સમયે મને કિસ કરવાનો ઇનકાર ન કરત. તેના હિસાબે હું વૃદ્ધ થઈ ગયો છું, અને મારો દેખાવ સારો નહોતો. એટલા માટે તેણે આ સીન આપવાની ના પાડી. એ પછી પ્રિયંકા ચોપરાએ જવાબ આપ્યો કે એક સીનિયર અભિનેતા તરીકે અન્નુને આ બધું કહેવું શોભતું નથી.


Tags :