Get The App

કલ્કિ ટુમાં દીપિકાને સ્થાને પ્રિયંકા ચોપરા ગોઠવાય તેવી સંભાવના

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
કલ્કિ ટુમાં દીપિકાને સ્થાને પ્રિયંકા ચોપરા ગોઠવાય તેવી સંભાવના 1 - image

- દીપિકાએ નખરાં કરતાં હકાલપટ્ટી થઈ હતી

- અગાઉ આલિયા સાઈ પલ્લવી તથા અનુષ્કા શેટ્ટીનાં પણ નામ ચર્ચાયાં હતાં

મુંબઇ : પ્રભાસની 'કલ્કિ ટુ'માંથી દીપિકાને કાઢી મૂકવામાં આવ્યા બાદ હવે પ્રિયંકા ચોપરા તેનું સ્થાન લે તેવી  સંભાવના છે. 

પ્રિયંકા હાલ એસ. એસ.  રાજામૌલીની 'વારાણસી'નાં શૂટિંગ માટે ભારતના આંટાફેરા કરી રહી છે. આ દરમિયાન તેણે 'કલ્કિ ટુ'ના નિર્માતાઓ સાથે વાતચીત કરી હોવાનું કહેવાય છે. 

દીપિકાએ આ  ફિલ્મ માટે થોડું શૂટિંગ કર્યું હતું. જોકે, પોતે ઓછા કલાકો માટે કામ કરશે અને વધારે ફી લેશે તેવાં નખરાં દેખાડતાં નિર્માતાઓએ તેને દરવાજો દેખાડી દીધો હતો. તે પછી તેને સ્થાને આલિયા ભટ્ટ , સાઈ પલ્લવી કે પછી  અનુષ્કા શેટ્ટીનાં પણ નામો ચર્ચાયાં હતાં.