પ્રિયંકા ચોપરાએ પોતાની સાસુ પાસે કપડાં ધોવડાવ્યાં
- કપડાં ધોવાનો કંટાળો આવતો હોવાનું કબૂલ્યું
- પોતે લોન્ડ્રી કરતાં શીખવા માગે છે તેમ કહી સાસુ પાસે કામ કરાવ્યું હોવાની કબૂલાત
મુંબઇ : પ્રિયંકા ચોપરાએ એક ઈન્ટરવ્યૂમાં કબૂલ્યું છે કે તેને કપડાં ધોવાનું કામ બહુ કંટાળાજનક લાગે છે. આથી તેણે આ કામ શીખવાના બહાને તેની સાસુ પાસે કપડાં ધોવડાવી લીધાં હતાં.
પ્રિયંકાએ કહ્યું હતું કે મેં મારી સાસુ ડેનિસમ લિર જોનાસ પાસે મારા કપડા ધોવડાવવાનું કામ કર્યું હતું.
મેં મારી સાસુ પાસે કપડા ધોવાનું શીખવાને બહાને તેની પાસે મારી કપડા ધોવડાવી નાખ્યા હતા. મને કપડાંની ઘડી વાળવી અને ઇસ્ત્રી કરવી પસંદ છે પરંતુ ધોવાનો કટાળો આવતો હોય છે.
અભિનેત્રીએ ઇન્ટરવ્યુ દરમિયાન જ સાસુને ફોન કરીને કહ્યું હતું કે પોતે આ વાત જાહેરમાં જણાવી રહી છે.
પ્રિયંકા છેલ્લા કેટલાક સમયથી ભારતીય ફિલ્મોમાં પરત ફરવાની વાત કરી રહી છે. તે રાજામૌલીની મહેશબાબુ સાથેની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ સિવાય તે કોઈ હિંદી ફિલ્મની જાહેરાત પણ ટૂંક સમયમાં કરશે તેવી અટકળો છે.