પ્રિયંકા ચોપરા ઇટાલીમાં સિસિલી શહેરમાં પીઝાની મોજ માણે છે
- દેશી ગર્લે ઇન્સ્ટા પર વેકેશનના ફોટા મુક્યા
- પ્રિયંકાની જ્હોન સેના સાથેની હેડ્સ ઓફ સ્ટેટ બીજી જુલાઇથી એમેઝોન પ્રાઇમમાં દેખાશે
મુંબઇ : પ્રિયંકા ચોપરા વિવિધ દેશોમાં તેના પ્રવાસના ફોટાઓ સોશ્યલ મિડિયા પર મુકવાના મામલે ખાસી નિયમિત છે. આજકાલ તે ઇટાલીની સિસિલી શહેરમાં પીઝાની મોજ માણતી હોય તેવી તસવીરો તેણે ઇન્સ્ટા પર શેર કરી છે.
ઇન્સ્ટા પર મુકવામાં આવેલી પોસ્ટમાં પ્રિયંકાએ સિસિલીમાં તાઓર્મિના વિસ્તારની તસવીરો તથા વિડિયો મુક્યા છે. પહેલી એક સેલ્ફીમાં તે બિકીની અને સફેદ હેટમાં જોવા મળે છે. બીજા ફોટોમાં તે તેના સુડોળ પગની સાથે બીચનો વ્યુ જોવા મળે છે. પ્રિયંકાએ થોડાં સુંદર ફૂલો અને વૃક્ષોની પણ તસવીર શેર કરી છે. અન્ય ફોટાઓમાં તે લોકલ માર્કેટમાં ફરતી જોવા મળે છે. તેણે એક તસવીર તેના પીઝા અને ડ્રિન્કની પણ શેર કરી છે.
પ્રિયંકાના ચાહકોએ તેની આ તસવીરોને વખાણી છે. એક જણાંએ લખ્યું છે સિસિલી વધારે હોટ બની રહ્યું છે. કામના મામલે પ્રિયંકાની જ્હોન સેના અને ઇદ્રીસ અલ્બા સાથેની ફિલ્મ હેડ્સ ઓફ સ્ટેટ બીજી જુલાઇથી એમેઝોન પ્રાઇમ પર રજૂ થવાની છે.
આ ઉપરાંત તેની એક ઓર ફિલ્મ ધ બ્લફ પણ લગભગ તૈયાર છે. ભારતમાં મહેશ બાબુ સાથે પણ તે એક ફિલ્મ કરી રહી છે.