પ્રિયદર્શનની પુત્રી કલ્યાણી જલદી બોલીવૂડમાં ડેબ્યુ કરશે
- જોકે તેને તેના પિતા અને દિગ્દર્શક પ્રિયદર્શન લોન્ચ નહીં કરે
મુંબઇ : કોમેડીના કિંગ તરીકે જાણીતા થયેલા દિગ્દર્શક પ્રિયદર્શનની પુત્રી હવે બોલીવૂડમાં ડેબ્યુની તૈયારી કરી રહી છે. જોકે ્તેને તેના દિગ્દર્શક પિતા પ્રિયદર્શન લોન્ચ કરવાના નથી.કલ્યાણી સાઉથની ફિલ્મોમાં કામ કરી રહી છે અને ત્યાંનો જાણીતો ચહેરો છે.
કલ્યાણીએ સાઉથમાં તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. ૨૮ વરસની કલ્યાણીએ સાલ ૨૦૧૭માં તેલુગુ મૂવી હેલોથી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મને નાગાર્જુને પ્રોડયુસ કરી હતી અને ફિલ્મમાં નાગાર્જુનના પુત્ર અખિલ અક્કિનેની કલ્યાણી સાથે જોવા મળ્યો હતો.
કલ્યાણીએ ન્યુયોર્કથી આક્ટિટેકચર ડિઝાઇનિંગમાં બેચલર ડિગ્રી લીધી છે. આ પછી તેણે પ્રોડકશન ડિઝાઇનિંગનું પણ કામ કર્યું છે.
કલ્યાણીએ પ્રોડકશન ડિઝાઇન સહાયક તરીકે ૨૦૧૩માં આવેલી ક્રિષ ૩ અને ૨૦૧૬માં આવેલી ઇરુ મુગનમાં કામ કર્યું હતું.