Entertainment

પ્રિયદર્શન હવે નવી ફિલ્મ અક્ષયને બદલે પંકજ ત્રિપાઠી સાથે બનાવશે

By GS Team
22 Apr 20261 min read
પ્રિયદર્શન હવે નવી ફિલ્મ અક્ષયને બદલે પંકજ ત્રિપાઠી સાથે બનાવશે

- ભૂતબંગલામાં વેઠ ઉતાર્યા પછી નવી ફિલ્મ  

- વર્ષો પછી સૌરભ શુક્લા અને અનુ કપૂર પણ પ્રિયદર્શન સાથે કામ કરશે

મુંબઈ : પ્રિયદર્શને અક્ષય કુમાર સાથેની તેની તાજેતરની ફિલ્મ 'ભૂતબંગલા'માં નરી વેઠ ઉતારી હોવાનું અક્ષય કુુમાર તથા પ્રિયદર્શન બંનેના ચાહકોનું કહેવું છે. હવે  પ્રિયદર્શને તેની  નવી કોમેડી ફિલ્મ શરુ કરવાનું નક્કી કર્યું છે પરંતુ તેમાં તેણે અક્ષય કુમારને પડતો  મૂકી  પંકજ ત્રિપાઠીને મુખ્ય ભૂમિકા  આપવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે. 

આ કોમેડીમાં  સૌરભ શુક્લા તથા અનુ કપૂર સહિતના કલાકારો સામેલ હશે. વાસ્તવમાં  પંકજ ત્રિપાઠી, સૌરભ શુક્લા તથા  અનુ કપૂર ત્રણેય વર્ષો પછી ફરી પ્રિયદર્શન સાથે કામ કરશે. અગાઉ પંકજ ત્રિપાઠીએ પ્રિયદર્શનની 'આક્રોશ'માં કામ કર્યું હતું. સૌરભ શુકલાએ તેની 'યે તેરા ઘર યે મેરા ઘર'માં કામ કર્યું હતું જ્યારે અનુ કપૂર પ્રિયદર્શન સાથે 'ગર્દિશ'માં કામ કરી ચૂક્યો છે. 

આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ ચૂકી છે પરંતુ હજુ ટાઈટલ  નક્કી થયું નથી. પ્રિયદર્શન આ વર્ષે જ ફટાફટ આ ફિલ્મનું શૂટિંગ શરુ કરી દે તેવી સંભાવના છે.