Get The App

કંગના રણૌતની ક્વીન ફિલ્મની સીકવલની તૈયારીઓ શરૂ

Updated: Dec 13th, 2024

GS TEAM


Google News
Google News
કંગના રણૌતની  ક્વીન ફિલ્મની સીકવલની તૈયારીઓ શરૂ 1 - image


- હાલ સ્ટોરી પર કામ ચાલી રહ્યું છે

- 2013માં રજૂ થયેલી ક્વીન કંગનાની કેરિયર બેસ્ટ ફિલ્મોમાંની એક ગણાય છે

મુંબઇ : કંગના રણૌતની કેરિયર બેસ્ટ ફિલ્મોમાની એક 'ક્વીન'ની સીકવલ બની રહી છે. ફિલ્મ સર્જક વિકાસ બહલે પોતે સીકવલની તૈયારીઓ શરુ કરી દીધી હોવાનું કન્ફર્મ કર્યું છે. 

બહલના જણાવ્યા અનુસાર હાલ ફિલ્મની સ્ટોરી પર કામ ચાલી રહ્યું છે. જોકે, તેણે શૂટિંગ ક્યારે શરુ થશે તેની માહિતી આપી નથી. 

૨૦૧૩માં રજૂ થયેલી આ  ફિલ્મ બહુ વખણાઈ હતી અને ત્યારે કંગના તેની કેરિયરમાં ટોચ પર પહોંચી હતી. જોકે, બાદમાં કંગનાનો ડાઉનફોલ શરુ થયો હતો અને પાછલાં  વર્ષોમાં તેની તમામ ફિલ્મો નિષ્ફળ ગઈ છે. 

હવે કંગના સંસદસભ્ય બની ચૂકી છે. તે ફિલ્મ  કારકિર્દી અને રાજકારણ વચ્ચે સંતુલન જાળવીને કામ કરશે તેવી અપેક્ષા સેવવામાં આવે છે. 

Tags :