Get The App

સંજય લીલા ભણશાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાની ફિલ્મના નાટયરૂપાંતરની તૈયારી

- કથક ગુરૂપંડિત બિરજુ મહારાજે આ મ્યુઝિકલ નાટકનું દિગ્દર્શન કર્યું

Updated: Jun 14th, 2020

GS TEAM

Google News
Google News
સંજય લીલા ભણશાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાની ફિલ્મના નાટયરૂપાંતરની તૈયારી 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.13 જૂન 2020, શનિવાર

સાલ ૨૦૧૫માં દિગ્દર્શક સંજય લીલા ભણશાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાની રિલીઝ થઇ હતી. જેમાં રણવીર સિંહ, દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરા મહત્વના રોલમાં હતા. હવે આ ફિલ્મના નાટયરૂપાંતરની તૈયારી થઇ રહી છે. 

કથક ગુરૂ પંડિત બિરજુ મહારાજ આ ક્લાસિક ફિલ્મને સ્ટેજ પર મ્યુઝિકલ લાઇવ તરીકે પેશ કરવાની તૈયારી કરી રહ્યા છે.આ મ્યુઝિકલ શોમાં રણવીર સિંહે ભજવેલું પેશવાનું પાત્ર રજનીશ દુગ્ગલ ભજવતો જોવા મળશે.આ ઉપરાંત બે મશહૂર કથક ડાન્સર્સ શૈલજા નલવડે અને અનસુયા મઝૂમદાર  બાજીરાવની પત્ની મસ્તાની અને કાશીબાઇના પાત્રમાં જોવા મળશે. રજનીશે જણાવ્યું હતું કે આ સ્ટેજ શોમાં કુલ ૧૦ મ્યૂઝિકલ સીકવન્સ રાખવામાં આવ્યા છે જેમાં ૧૨ એકટર્સ અને ૫૦ ડાન્સર્સ સામેલ હશે. 

રજનીશ દુગ્ગલે એ પણ સ્વીકાર્યું છે કે, તેમણે આ સંગીતમઢ્યા શોને ઉત્તમ બનાવા અન ેસમજવા માટે કેટલીય વાર આ ફિલ્મ જોઇ નાખી. આ લાઇવ પરફોર્મન્સ હોવાથી રણવીરના પાત્ર કરતા થોડું અલગ હશે. આ શો માટે રજનીશે પંડિત બિરજુ મહારાજ પાસેથી સેમી-ક્લાસિકલ ડાન્સ છાઓની ૪૦ દિવસની તાલીમ પણ લીધી છે. 

પહેલા એવી વાત હતી કે આ મ્યુઝિકલ શોને એપ્રિલના મધ્યમાં રજુ કરવામાં આવશે. પછીથી મુંબઇ, દુબઇ અને લંડનમાં શો કરવામાં આવશે. દરેક જગ્યાની ઓડિયન્સને ધ્યાનમાં રાખીને શો નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ લોકડાઉનના કારણે હવે આ શક્ય રહ્યું નહીં. હવે જોવાનું એ છે કે આ શોનું લાઇવ પરફોર્મન્સ થાય છે કે પછી ઓનલાઇન પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. આ શો માટે રણવીર સિંહ, દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરા જોનાસને પણ આમંત્રણ આપવાની યોજના છે. 

Tags :