ઋતિક રોશનની ક્રિષ 4માં પ્રિતી ઝિન્ટા અને રેખાની પણ એન્ટ્રી થઇ
મુંબઇ: ઋતિક રોશનની સુપરહીરો ડ્રામા ફિલ્મ લાંબા સમયથી ચર્ચામા છે. જેમાં પ્રિયંકા ચોપરા કામ કરી રહી છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, પ્રીતિ ઝિન્ટા અને રેખાની પણ આ ફિલ્મમા એન્ટ્રી થઇ છે. રિપોર્ટના અનુસાર, ઋતિક રોશ આ મલ્ટી-સ્ટારર ફિલ્મમા ટ્રિપલ રોલમા જોવા મળવાનો છે. જ્યારે પ્રિયંકા ચોપરા, પ્રીતિ ઝિન્ટા અને પીઢ અભિનેત્રી રેખા પણ જોવા મળવાના છે. આ ફિલ્મનુ હાલ પ્રી પ્રોડક કામ વાઇઆરએફ સ્ટૂૂડિયોમા ચાલી રહ્યુ છે. જેમા એક વીએફએક્સ ટીમ ફિલ્મને પ્રી-વિઝ્યુલાઇજેશન પર કામ કરી રહી છે. ઋતિક સ્ક્રિપ્ટને બહેતર બનાવવા માટે પોતાના રાઇટર્સની ટીમ ને આદિત્ય ચોપરા સાથે મળીને કામ કરી રહ્યો છે.
ફિલ્મને ૨૦૨૬ના પહેલા ત્રણ મહિનામાં રિલીઝ કરવાની યોજના છે.
રસપ્રદ છે કે, ક્રિષ ૪મા કોઇ મિલ ગયા રિલીઝના ૨૩ વરસ પછી જાદૂની વાપસી પણ થશે.