Get The App

સાઉથની ડિયર કોમરેડની રીમેકમાં સિદ્ધાંત સાથે પ્રતિભા રાન્ટાની જોડી

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
સાઉથની  ડિયર કોમરેડની રીમેકમાં સિદ્ધાંત સાથે પ્રતિભા રાન્ટાની જોડી 1 - image

- કરણ જોહરે રીમેકના હક્કો ખરીદી લીધા

- મૂળ ફિલ્મમાં વિજય દેવરકોંડા સાથે રશ્મિકા મંદાનાની જોડી હતી 

મુંબઇ : ૨૦૧૯ની તેલુગુ ફિલ્મ 'ડિયર કોમરેડ'ની હિંદી રીમેકની તૈયારી થઇ ચુકી છે.મૂળ ફિલ્મમાં વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની જોડી જોવા મળી હતી. પરંતુ હિંદી રીમેકમાં સિદ્ધાંત ચતુર્વેદી અને પ્રતિભા રાંટાની જોડીને ફાઇનલ કરવામાં આવી છે. જોકે સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવી નથી. ધર્મા પ્રોડકશને આ સાઉથની ફિલ્મના હિંદી રીમેક માટે હક્ક ખરીદી લીધા હતા. કરણ જોહર લાંબા સમયથી આ ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો હતો. પરંતુ ફિલ્મના મુખ્ય કલાકારોને ફાઇનલ કરવામાં થોડો સમય પસાર થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, 'ધડક ટુ'માં સિદ્ધાંત ચતુર્વેદીના અભિનયને વખાણવામાં આવ્યો હતો. તેમજ પ્રતિભા રાંટાની અન્ય એક ફિલ્મ સાથે ધર્મા પ્રોડકશનની વાતચીત ચાલી રહી હતી. તેવામાં ફિલ્મસર્જકને તે 'ડિયર કોમરેડ'ની ભૂમિકા માટે વધુ યોગ્ય લાગી હતી. 

ફિલ્મસર્જક આ ફિલ્મના ઓરિજિનલ  હાર્દને જાળવી રાખશે પરંતુ પૈન ઇન્ડિયા ઓડિયન્સને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવવામાં આવશે.પહેલા એવી ચર્ચા હતી કે સાઉથની ફિલ્મના મૂળ કલાકારો વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના હિંદી રીમેકમાં પણ કામ કરશે.

 પરંતુ હવે તેમના સ્થાને સિદ્ધાંત અને પ્રતિભા ગોઠવાઇ ગયા છે.